• Gujarati News
  • National
  • વડોદરાના ત્રણ અગ્રણીને વડાપ્રધાન મોદીએ પૂછ્યું,‘બધું બરાબર છે ને?’

વડોદરાના ત્રણ અગ્રણીને વડાપ્રધાન મોદીએ પૂછ્યું,‘બધું બરાબર છે ને?’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોઢ કલાક મોડા આવેલા પ્રધાનમંત્રીના કાફલાનું માંડ પાંચ મિનિટનું રોકાણ

એરફોર્સના પ્લેનમાં વડોદરા આવ્યા બાદ હેલિકોપ્ટરમાં આમોદ ગયા

ભરૂચજિલ્લાના આમોદ ખાતે જાહેર સભાને સંબોધન કરવા જતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન વડોદરા એરપોર્ટ ખાતે રોકાયું હતું અને હેલિકોપ્ટરમાં તેઓ સભાના સ્થળે ગયા હતા. ટાણે, નરેન્દ્ર મોદીએ વડોદરા ભાજપના ત્રણ આગેવાનોને શું ચાલે છે બધું બરાબર છે ને તેવા સવાલો કરીને ચૂંટણીલક્ષી ચિતારનો અણસાર મેળવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ચૂંટણી સભાઓ સંબોધવા માટે બે દિવસીય ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. જેના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રવિવારે સવારે 10.45 વાગે સભાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો અને તે મુજબ સાડા દસ વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રીને લઇને આવનાર એરફોર્સનું વિમાન વડોદરા એરપોર્ટ ખાતે લેન્ડિંગ થવાનો અંદાજ મૂકાયો હતો. જેને લઇને રવિવારે સવારે સાત વાગ્યાથી પોલીસ સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. વડોદરા એરપોર્ટ પરથી પ્રધાનમંત્રી હેલિકોપ્ટરમાં જનાર હોવાથી વડાપ્રધાનના ટૂંકા રોકાણની શકયતા જોવામાં આવી હતી.

જોકે, પ્રધાનમંત્રીને લઇને પ્લેન સાડા બાર વાગ્યાના અરસામાં વડોદરા હવાઇ મથકે આવી પહોંચ્યું હતું અને ત્યાં તેમનું પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ-સાંસદ રંજનબહેન ભટ્ટ અને મેયર ભરત ડાંગરે ખાદીનો રૂમાલ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. ટાણે, નરેન્દ્ર મોદીએ ભાજપના આગેવાનોનું અભિવાદન ઝીલીને શું ચાલે છે બધું બરાબર છે ને તેવો સવાલ કરતાં ત્રણેયે હા,સાહેબ,બધું બરાબર છે તેવો એકસૂર વ્યકત કર્યો હતો.

ત્યારબાદ હવાઇદળનાં ત્રણ હેલિકોપ્ટરમાં પ્રધાનમંત્રીનો કાફલો આમોદ જવા રવાના થયો હતો.

આમોદ જવા માટે વડોદરા એરપોર્ટ પર ઉતરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાંસદ, મેયર અને પ્રદેશ મહામંત્રીએ પુષ્પ આપી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...