તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2 વર્ષથી બંધ લિફ્ટે નેતાઓને પગથિયાં ચઢાવ્યાં

2 વર્ષથી બંધ લિફ્ટે નેતાઓને પગથિયાં ચઢાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીબી સ્ટાર રિપોર્ટર | વડોદરા

શહેરના છાણી જકાતનાકા નજીકની સરદાર સરોવર નર્મદા નિગમની પાંચ માળની બહુમાળી ઇમારતમાં એક લિફ્ટ 2 વર્ષથી બંધ પડી છે. લિફ્ટ બંધ રહેતા અહીં દરરોજ આવતાં સેંકડો લોકોને હાલાકી પડે છે. પણ તાજેતરમાં ઇમારતમાં ચૂંટણીના ફોર્મ ભરવાના હોવાથી વડોદરાના વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેવા ઉમેદવારી નોંધાવવા માટેના 20 નેતાઓને ત્રણ માળ ચઢવાનો વારો આવ્યો હતો. તેમની પાછળ તેમના સેંકડો ટેકેદારોએ પણ પગથિયા ઘસ્યા હતા. લિફ્ટ રિપેર કરવાની દરકાર તો લેવાઇ નહીં પણ ગ્રાઉન્ડ ફ્લોર પર તેની આગળ લોખંડનો ફેબ્રિકેશનનો સામાન ગોઠવી દેવામાં આવ્યાં છે. નવાઇની વાત તો છે કે, લીફ્ટ શરૂ કરવાનં કોઇ આયોજન હોય તે રીતે એક દરવાજો બદલી દેવાયો છે. જ્યારે ઉપરના માળે એક દરવાા પર ચણતર કરીને કયમી બંધ કરવામાંઆવ્યું છે. અહીં દરરોજ સેંકડો લોકોની અવરજવર છે. કેટલાક લોકો જેમને જાણ છે તે બી ટાવરમાં લીફ્ટના માર્ગે ઉપર જઇને બી વીંગમાંથી કનેક્ટિંગ બ્રિજ મારફતે ટાવરમાં જાય છે. જોકે નેતાઓ અને ટેકેદારો સીધા બ્લોકમાં પહોંચી ગયા હતા. નિગમના સંબંધિત અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું કે, લિફ્ટ શરૂ કરવા માટેની અરજી કેવડિયા સ્થિત વડી કચેરી ખાતે મોકલી છે પણ દિશામાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

બંધ લિફ્ટના બે પૈકીનો એક દરવાજો બદલાયો છે.જ્યારે ઉપરના બાકીના માળે તો ચણતર કરીને દરવાજા પૂરી દેવાયા છે.

સરદાર સરોવર નર્મદા નિગમની કચેરીમાં સેંકડો મુલાકાતીઓને રોજિંદી હાલાકી

અન્ય સમાચારો પણ છે...