તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાયોડાઇવર્સિટીને થતું નુકસાન જાણવા માટે સેન્સરની મદદ લેવાશે

બાયોડાઇવર્સિટીને થતું નુકસાન જાણવા માટે સેન્સરની મદદ લેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટનિકલ વિભાગના પ્રો.સંધ્યા ગર્ગે જણાવ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં બાયોડાવર્સિટી નાશ થવાના કગાર પર છે. બાયોડાઇવર્સિટીને સાચવવા માટે જમીનના 33 ટકા ભાગમાં વૃક્ષો રોપવા જોઈએ. વર્તમાન સમયમાં ગુજરાતમાં જોવા મળતા 175 જેટલા દુર્લભ વુક્ષોની જાતિની જાળવણી નહી કરાય તો ક્લાઇમેટ ચેન્જના કારણે આગામી પાંચ વર્ષોમાં વૃક્ષો કદાચ નહીં રહે. નાસા અને ઈશરો દ્વારા એક સેન્સર બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી બાયોડાવર્સિટીને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેની જાણકારી મળશે. બાયોડાવર્સિટીને નહી સાચવવામાં આવે તો આવનાર પેઠીને વારસા વિશે કોઈ માહિતી નહીં આપી શકીએ.

સેમિનારમાં વનસ્પતિજન્ય મૂલ્યોને કેવી રીતે સાચવવા અને તેના જતન માટે કેવા પગલાં લેવા જોઈએ તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આઈએસસીએસના પૂર્વ પ્રેસિડેન્ટ અશોક સક્સસેનાએ સેમિનારમાં જણાવ્યું હતું કે હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવા જરૂરી છે, કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં બાયોડાઇવર્સિટી સંપત્તિનું પ્રમાણ વધારે છે. જેના માટે તેની જાળવણી કરવા પદ્ધતિ મુજબનું જ્ઞાન તે વિસ્તારમાં રહેતા લોકો પાસે હોવું જરૂરી છે. જેથી તે લોકો પોતે તેની સાચવણી કરી શકે.

સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

ઇન્ડિયનસાયન્સ કોગ્રેસ એસો. બરોડા ચેપ્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ બોટોનિક અને ઝૂલોજી, ફેકલ્ટી ઓફ સાયન્સ એમએસયુ, ઇન્ડિયન સોસાયટી ઓફ જીયોમેટિક્સ વડોદરા ચેપ્ટર, ઇન્ડિયન વુમેન સાયન્ટિસ્ટ એસો. બરોડા, એમઓઇએફ એન્ડ સીસી અને IEEE જીઓ સાયન્સ એન્ડ રિમોટ સેન્સિંગ સોસાયટી ગુજરાત ચેપ્ટરના સહયોગથી સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ઇમ્પેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ ઓન બાયોડાવર્સિટી વિષય પર સેમિનાયર યોજાયો હતો. જેમાં ચીફ ગેસ્ટ તરીકે આઈએસસીએના પૂર્વ પ્રેસિડેન્ટ ડો. અશોક સક્સેના ઉપસ્થિત રહ્યાં હતાં.

Science Seminar

અન્ય સમાચારો પણ છે...