તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પેસ અને સ્પીને જાદુ કર્યો: રણજીટ્રોફી મેચમાં વડોદરાએ તામિલનાડુને 102 રને પરાસ્ત કર્યું

પેસ અને સ્પીને જાદુ કર્યો: રણજીટ્રોફી મેચમાં વડોદરાએ તામિલનાડુને 102 રને પરાસ્ત કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટસ રીપોર્ટર | વડોદરા.

મોતીબાગખાતે રમાયેલી ચાર દિવસીય રણજીટ્રોફી મેચના અંતિમ દિવસે તામિલનાડુએ વિજય માટે 232 રનની જરુર હતી પરંતુ વડોદરાના પેસ અને સ્પીન એટેક સામે તામિલનાડુ ટીમ માત્ર 130 રનમાં ખખડી ગઈ હતી.એક તબક્કે તામિલનાડુની ટીમે માત્ર 30 રનના જુમલે પાંચ વિકેટ ગુમાવી હતી.

આજની રમતનું મુખ્ય પાસું વડોદરા ટીમના બોલરોની વેધક અને સચોટ બોલીંગ હતું. જેના કારણે તામિલનાડુની ટીમ વિજય લક્ષ્યાંક સુધી પહોંચી શકી હતી. વડોદરાએ પ્રથમ દાવમાં 309 રન બનાવ્યા હતા તેના જવાબમાં તામિલનાડુએ પ્રથમ દાવમાં 274 રન બનાવ્યા હતા. જેના કારણે વડોદરાને પ્રથમ દાવમાં મહત્વની 35 રનની સરસાઈ મળી હતી. જો કે બીજા દાવમાં વડોદરાની ટીમ 197 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવની સરસાઈના કારણે તામિલનાડને જીતવા માટેનું 232 રનનું લક્ષ્યાંક મળ્યું હતું પરંતુ તેમની ટીમ 130 રનમાં આઉટ થઈ ગઈ હતી. આજના દિવસના પ્રથમ અડધા કલાકમાંજ પ્રવાસી ટીમે 30 રનમાં 5 વિકેટ ગુમાવી હતી. જો કે ત્યારબાદ બી અપરાજીત અને એમ.વોશીંગ્ટન સુંદરે છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 49 રન ઉમેરીને ટીમનેા રકાસ અટકાવ્યો હતો. પરંતુ ત્યારબાદ નિયમીત અંતરે વિકેટો પડતાં તામિલનાડુ હારી ગયું હતું. અતીત શેઠે 38માં બે, લુકમાન મેવલીવાલાએ 22માં 4 વિકેટ અને સ્વપ્નીલસીંગે 21 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. સ્વપ્નીલસીંગે પ્રથમદાવમાં સદી કરી હતી અને વિકેટ પણ લીધી હતી. એકંદરે મેચ વિવિધ પાસાંઓને કારણે અત્યંત રોમાંચક રહી હતી. જેમાં તમામ પ્લેયર્સે મહત્વનો ફાળો આપ્યો હતો.

વડોદરાની રણજીની ટીમ સાથે મેનેજમેન્ટના સભ્યો ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે.

City Pride

અન્ય સમાચારો પણ છે...