તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 1967થી 1971ની બેચના સ્ટુડન્ટ્સે આવીને ટીચર્સને કહ્યું, થેન્ક્યુ મેમ

1967થી 1971ની બેચના સ્ટુડન્ટ્સે આવીને ટીચર્સને કહ્યું, થેન્ક્યુ મેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ ખાતે થોડાં વર્ષો પહેલાં ક્લોથિંગ એન્ડ ટેક્સ્ટાઇલ વિભાગ શરૂ કરવામાં આવ્યું છે. જેની મુલાકાત લઇ તેનું આર્ટ મ્યુઝીયમ નિહાળીને તમામ એલ્યુમિનાઇઝ ખુશ થયા હતા. જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશોનો આભાર પણ માન્યો હતો.

સિટી રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.નીફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ ખાતે આજે ફેકલ્ટીની 1967થી 1971ના સ્ટુડન્ટ્સની બેચે તેની મુલાકાત લીધી હતી. જેમાં તમામ સ્ટુડન્ટ્સે ફેકલ્ટીના વિવિધ વિભાગોની મુલાકાત લેવા ઉપરાંત ફેકલ્ટીના ડીન સાથે મુલાકાત કરી ફેકલ્ટી અંગેની વિવિધ પ્રકારની માહિતી પણ લીધી હતી. ઉપરાંત ફેકલ્ટીમાં વિતાવેલા સમયને પણ હળવી પળોમાં શેર કર્યો હતો. ઉપરાંત તમામ એલ્યુમિનાઇ સ્ટુડન્ટ્સે પોતાના જે તે સમયના શિક્ષકો તથા વર્તમાન શિક્ષકોનું સન્માન કર્યું હતું. જ્યારે ક્લોથિંગ અેન્ડ ટેક્સ્ટાઇલ ડિપાર્ટમેન્ટ ખાતેના ટેક્સ્ટાઇલ આર્ટ મ્યુઝીયમની મુલાકાત લઇ તેનાં ભરપેટ વખાણ પણ કર્યા હતા. ફેકલ્ટીના ડિન સહિત ફેકલ્ટીના તમામ શિક્ષકોએ લાંબા સમય સુધી એકબીજા સાથે રહી ફેકલ્ટીમાં જુના દિવસોને વાગોળ્યા હતા.

મુલાકાત દરમીયાન ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થિનીઓ

City Event

અન્ય સમાચારો પણ છે...