તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૈદ્ધાંતિક રીતે વિરોધ કરનારાઓને અધ્યક્ષ બનાવાતા હોવાનો આક્ષેપ

સૈદ્ધાંતિક રીતે વિરોધ કરનારાઓને અધ્યક્ષ બનાવાતા હોવાનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 વિભાગોમાં સિનિયરને હડસેલી જુનિયરને હેડશિપ અપાતાં િવવાદ

યનિ.ના ચાર વિભાગોમાં સિનિયરને બાજુ પર રાખીને નિમણૂક કરાઇ હોય તેવા જૂનિયર અધ્યાપકો હેડશીપ ધરાવે છે. તાજેતરમાં અંગ્રેજી વિભાગમાં પ્રો.રાવિયાને હેડશીપ આપવામાં આવતા વિભાગના સીનિયાર અધ્યાપકો પ્રો.દિપ્તા આશર, પ્રો.સચિન કેતકર તથા પ્રો.મધુરિતા ચૌધરીએ યુનિ.ના સેનેટ તથા સિન્ડીકેટ સભ્યોને પત્ર લખીને રજૂઆત કરી છે. 1994થી યુનિ.માં અધ્યાપક તરીકે ફરજ બજાવી રહેલા દિપ્તા આશર જેવા સીનિયાર અધ્યાપકના સ્થાને 2013માં યુનિ.માં અધ્યાપક તરીકે આવનાર પ્રો.રાવિયાને હેડ બનાવાતા અધ્યાપકોમાં રોષ છે.

ગુજરાતી વિભાગમાં હેડ તરીકે ફરજ બજાવી રહેલા પ્રો.દિપક રાવલ વિભાગના 30 જેટલા પુસ્તકોના લેખક પ્રો.ભરત મહેતા તથા અન્ય અધ્યાપકો કરતાં ઘણાં જુનિયર છે. ટેક્નોલોજી ફેકલ્ટીના એપ્લાઇડ મિકેનિક્સમાં વિભાગમાં પ્રો.આઇ.આઇ.પંડ્યાને બાજુમાં રાખીને એક સમયે તેમનો વિદ્યાર્થી રહી ચૂક્યા છે, એવા અધ્યાપકને હેડશીપ આપવામાં આવી. કોમર્સ ફેકલ્ટીના બિઝનેઝ મેનેજમેન્ટના હેડ તરીકે સીનિયરને બાજુએ રાખી જુનીયર અધ્યાપક કે જેઓ પી.એચડી. પણ નથી એમની નિમણૂક કરાઇ હોવાની ચર્ચા અધ્યાપકોમાં ચાલી છે. APIના ધારાધોરણો હોવા છતાં તેના આધારે નિમણૂકો થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

^ મારા અને મારા વિભાગના અધ્યક્ષના APIમાં આસમાન-જમીનનું અંતર છે. એમને અને અન્યને અગાઉ ધાક-ધમકીથી અધ્યક્ષ પદ અપાયું હોવાનું સાંભળ્યું છે. હું સત્તાધીશોને રાજકીય વિચારધારાનો ટીકાકાર છું જેથી મને અધ્યક્ષ બનાવાતો નથી. પ્રોફેસરશિપ આપવામાં પણ ગલ્લાં તલ્લાં કરતા હતાં. > પ્રો.ભરતમહેતા, ગુજરાતીવિભાગ

રાજકીય ટીકાકારોને ભોગ બનાવાય છે

અંગ્રેજી વિભાગમાં જુનિયરને હેડ બનાવાતા સિન્ડિકેટ સભ્યોને પત્ર લખ્યો

નિમણૂંકોમાં કોઇ અન્યાય થયો નથી

^ અંગ્રેજી વિભાગમાં થયેલી અધ્યક્ષની નિમણૂક હંગામી ધોરણે કરવામાં આવી છે. સીનિયોરિટીએ અધ્યક્ષ તરીકેના જુદાં જુદાં ધોરણો પૈકી એક છે. > પ્રો.પરિમલવ્યાસ, વાઇસચાન્સેલર, મ.સ.યુનિવર્સિટી

વલણથી શિક્ષકોમાં ભય છે

^મારા કરતા 12 વર્ષ જુનીયર અધ્યાપક મારા વિભાગનો અધ્યક્ષ છે. વિરોધ કરો તો તમને અટકાવી દેવાશે એવા વલણથી શિક્ષકોમાં ભયની જોવા મળે છે. > પ્રો.આઇ.આઇ.પંડ્યા,એપ્લાઇડમિકેનિક્સ વિભાગ

અન્ય સમાચારો પણ છે...