તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પિતરાઇ ભાઇને ટેબલ વાગતાં ઇજા : સામા પક્ષે ભત્રીજાએ પણ ફરિયાદ કરી: બંનેની અટક

પિતરાઇ ભાઇને ટેબલ વાગતાં ઇજા : સામા પક્ષે ભત્રીજાએ પણ ફરિયાદ કરી: બંનેની અટક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુકાનના ભાગના નાણાં માગી ભત્રીજાનો કાકા પર હુમલો

એમ.જી.રોડ પરની દુકાનના ભાગ પેટે 20 લાખની માગણી કરનાર ભત્રીજાએ ઉગ્ર બોલાચાલી કરી કાકા પર ટેબલ ઉગામતા વચ્ચે છોડાવવા પડેલા પિતરાઇને વાગ્યું હતું. સામા પક્ષે ભત્રીજાએ પણ કાકા વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. વાડી પોલીસે બંને કાકા-ભત્રીજાની ધરપકડ કરી હતી.

મોગલવાડામાં રહેતા ગુલામ રસુલ અબ્દુલમીયા ઢેરીવાલા એમ.જી. રોડ પર જી.એચ. અબુબક્કર એન્ડ સન્સ નામની દુકાન ધરાવે છે. મિલકતના મુ્દે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. ભત્રીજો મોહમંદહુસેન સિદ્દીકી ઢેરીવાલા સોમવારે બપોરે 12:30 કલાકે દુકાન પર ધસી ગયો હતો. કોર્ટની પરવનગી વગર તેણે દુકાનમાં પ્રવેશ કરી ગુલામ રસુલ પાસે દુકાનના ભાગના 20 લાખની માગણી કરી હતી અને હું દુકાનમાંથી જવાનો નથી, દુકાનમાં તમારા બંને છોકરાઓ ભાગીદાર નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. ઉગ્ર બોલાચાલી કરી મોહંમદહુસેને ગુલામ રસુલને સ્ટુલ મારવા ધસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...