તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બૂથ લેવલે જવા ભાજપના 1200 IT કાર્યકરો સક્રિય

બૂથ લેવલે જવા ભાજપના 1200 IT કાર્યકરો સક્રિય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ-કૉંગ્રેસનો વર્ચ્યુઅલ

વૉર રૂમ

કોંગ્રેસ વોટ્સએપ મારફતે મતદારો સુધી પહોંચશે

ભાજપના આઇટી વોર રૂમમાં કાર્યકરો સતત મેસેજ પોસ્ટ કરતા રહે છે.

હું છું વિકાસની સૌથી વધુ પોસ્ટ કરાય છે

ભાજપઆઇટીએસએમ દ્વારા વિકાસને લગતો સૌથી વધુ પ્રચાર કરાઇ રહ્યો છે. હું છું વિકાસ, હું છું ગુજરાતના સુત્ર સહિત કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિકાસના કાર્યોને લગતી સૌથી વધુ પોસ્ટ વાયરલ કરાય છે.

નમો એપનો ભરપુર ઉપયોગ કરાય છે

ભાજપનાઆઇટી વોર રુમમાં ફેસબુક, વોટેસપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા મતદારોને આકર્ષવા પોસ્ટ મુકાય છે. નમો એપનો પણ ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.રાજય સ્તરેથી મળેલા કન્ટેન્ટને ફોરવર્ડ કરાય છે.

{ મધ્ય ગુજરાતમાં ભાજપના આઇડી સોશિયલ મિડીયા વિભાગમાં 10 હજારથી વધુ કાર્યકરો રોજેરોજ પ્રચાર કરે છે, જેમાં વડોદરા શહેરમાં 1200થી વધુ કાર્યકરો રોજ વોર રુમ સાથે સંકળાયેલા રહે છે.

{ ચૂંટણીને અનુલક્ષીને આઇટીએસએમ દ્વારા ખાસ વોર રુમ બનાવાયો છે, જેમાં કોમ્પ્યુર, લેપટોપ અને મોબાઇલની સાથે સજ્જ કાર્યકરો જોવા મળે છે

{ ભાજપના આઇટીએસએમ વોર રુમમાં કેન્દ્ર સ્તરેથી, રાજય સ્તરેથી પણ સોશિયલ મિડીયા પર પ્રચાર પ્રસાર માટે કન્ટેન્ટ આવતું રહે છે, જયારે સ્થાનિક લેવલે પણ કાર્યકરો કોંગ્રેસને જવાબ આપવા સ્થાનિક મુદ્દા ઉઠાવતાં રહે છે.વોર રુમનો માહોલમાં ખુબ ઉત્તેજના જોવા મળે છે.

{ સવારથી મોડી રાત સુધી આઇ.ટી વોર રુમમાં કાર્યકરો સતત હાજર રહે છે. ઓછામાં ઓછા 30 કાર્યકરો દરેક સમયે વોર રુમમાં જોવા મળ્યા હતા.

{ સ્થાનિક સ્તરે પ્રચાર માટે કેન્દ્ર અને રાજય સરકારના વિકાસના કાર્યો અને શહેર સ્તરે સેવાસદન દ્વારા તથા વિધાનસભા દીઠ કરાયેલા વિકાસના કાર્યો પર વધુ જોર આપવામાં આવે છે.

{ સોશિયલ મિડીયા પર વિરોધીઓની પોસ્ટમાં જવાબ આપવા માટે પણ કાર્યકરો સતત તૈયાર હોય છે. તેઓ વિરોધીઓની પોસ્ટમાં સતત કોમેન્ટ કરતાં રહે છે.

કોંગ્રેસના આઇટી વોર રૂમમાં સરકારના નિષ્ફળ મુદાની પોસ્ટ વધુ કરાય છે.

પાક્કો ગુજરાતી સહિતના સૂત્ર વાઇરલ

વિકાસગાંડો થયો છે, સુત્ર બાદ આઇટી સેલ દ્વારા મારા હાળા છેતરી ગયા અને હવે પાક્કો ગુજરાતી સહિતના સૂત્રો વાયરલ કરાયા છે. સૂત્રો અને વિડીયો સતત સોશિયલ મિડીયામાં ફોરવર્ડ થતો રહે તેવો પ્રયાસ કરાયો છે.

વોટ્સએપથી મતદારોને સ્લીપ મોકલાશે

કોંગ્રેસનાઆઇ.ટી.સેલ દ્વારા વિધાનસભા બેઠક વાઇઝ મતદારોના વોટ્સએપ મોબાઇલ નંબર મેળવીને ડેટા એકત્ર કરાઇ રહ્યો છે. નંબર મેળવ્યા બાદ મતદારોને વોટેસપથી મતદાર સ્લીપ મોકલવાની વ્યવસ્થા કરાશે.

^કોંગ્રેસ આઇ.ટી સેલ દ્વારા ગંભીર બનીને હવે હાઇ ટેક પ્રચાર શરુ કર્યો છે. અમારા 150થી વધુ કાર્યકરો સતત વોર રૂમ સાથે સંકળાયેલા છે. સ્થાનિક સ્તરના મુદ્દા પણ અમે ઉઠાવીએ છીએ અને લોકો સુધી માહિતી પહોંચાડીએ છીએ. અમને સોશિયલ મિડીયામાં પ્રજાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.> દેવપટેલ, પ્રમુખ,આઇટી સેલ, વડોદરા શહેર કોંગ્રેસ

{ વોર રુમમાં રહેલો કાર્યકર વિરોધીઓ દ્વારા સોશિયલ મિડીયામાં મુકવામાં આવતી પોસ્ટ પર પણ બાજ નજર રખાય છે. કાર્યકરો પોસ્ટમાં કાઉન્ટર કરતી કોમેન્ટો પણ લખે છે.

{ કોંગ્રેસમાં વિધાનસભા સ્તરના વોર રુમમાં રોજના 30થી વધુ કાર્યકરો કામ કરે છ.

{ શહેર અને જિલ્લા સ્તરે દરેક વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ આઇ.ટી.સેલના કાર્યકરો રાઉન્ડ ધી ક્લોક વોર રુમમાં જોવા મળે છે. શહેરમાં 150થી વધુ કાર્યકરો આઇટી સેલના વોર રુમ સાથે સંકળાયેલા છે.

{ કોંગ્રેસના આઇ.ટી સેલ દ્વારા રાજય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાને લગતાં મુદ્દા ઉઠાવતી પોસ્ટ સોશિયલ મિડીયામાં મુકીને મતદારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાય છે.

{ પહેલાંથી કોંગ્રેસના આઇ.ટી સેલે આક્રમક બનીને સોશિયલ મિડીયા પર પ્રચાર કરવામાં વધુ ભાર મુકયો હતો. વિકાસ ગાંડો થયો છે, તેસુત્રને મળેલી સફળતા બાદ આઇ.ટી સેલના કાર્યકરો જોશથી કામ કરી રહ્યા છે.

{ કેન્દ્ર અને રાજય સ્તર ઉપરાંત વિધાનસભા સ્તર અને શહેર સ્તરના મુદ્દા પણ પ્રચાર યુધ્ધમાં આવરી લેવામાં આવ્યા છે. પ્રદેશ સ્તરથી સતત મળતાં કન્ટેન્ટ ઉપરાંત સ્થાનિક સ્તરે પણ કન્ટેન્ટ તૈયાર કરાય છે.

{ લોકોને સ્પર્શતા મુદ્દા, સમસ્યાઓ અને વર્તમાન પરિસ્થિતીની તુલના કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરાય છે.

^ભાજપ આઇટી વિભાગમાં પ્રદેશ સ્તરેથી પોલીંગ બુથ સુધી વોર રુમનો કાર્યકર સંકળાયેલો છે. મધ્ય ગુજરાતમાં 10 હજારથી વધુ કાર્યકરો છે, જયારે વડોદરામાં 1200થી વધુ કાર્યકરો છે. અમે કેન્દ્ર અને રાજયના વિકાસની સાથે સ્થાનિક વિકાસને પણ સાથે જોડીએ છીએ. > હિતેશપટણી, ઝોનલહેડ, મધ્ય ગુજરાત, ભાજપ આઇટીએસએમ

ભાજપના આઇ.ટી સેલના માળખામાં પ્રદેશ કક્ષાથી લઇને બુથ લેવલ સુધીની ટીમ તૈયાર કરાઇ છે, જેમાં વોર્ડ સ્તરના કાર્યકરો બાદ બુથ આવતાં બુથ સ્તરને શક્તિ કેન્દ્ર નામ આપવામાં આવ્યું છે. શક્તિ કેન્દ્રમાં ઓછામાં ઓછા 2 કાર્યકર સતત સક્રિય રહે છે અને તેઓ પોતાના બુથના મતદારો સુધી પહોંચે છે.

કોંગ્રેસે આક્રમક રણનિતી અપનાવી સોશિયલ મિડીયા દ્વારા વધુને વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. હવે શહેરમાં સ્થાનિક સ્તરે અગ્રણી નેતાઓ ચૂંટણી સભા ગજવશે ત્યારે પણ કાર્યકરો સભાના સ્થળે જઇને ફેસબુક લાઇવ કરીને અપડેટ આપતાં રહે તેવું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...