તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ટેશને 50 કિમીની સ્પીડે ટ્રેન પસાર કરવા લૂપ લાઇનનો વળાંક વધારાશે

સ્ટેશને 50 કિમીની સ્પીડે ટ્રેન પસાર કરવા લૂપ લાઇનનો વળાંક વધારાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોઇન્ટ ક્રોસિંગ જવાબદાર ..!

ટ્રેનની સ્પીડ વધારવામાં રેલવે સ્ટેશન પાસેના ઓવરબ્રિજ બાધક?

રોજ 250 જટેલી ટ્રેનો માત્ર 10થી 15 કિમીની ઝડપે પસાર કરવી પડે છે

વડોદરા રેલવે સ્ટેશનનાં કુલ 7 પ્લેટફોર્મ પરથી રોજ અંદાજે 250 ટ્રેન પસાર થાય છે. તમામ ટ્રેન અંદાજે 10 કિ.મી.ની સ્પીડે પસાર થાય છે.રેલવે યાર્ડથી મુખ્ય લાઇન સુધીનો અંદાજે 4 કિલોમીટરનો રૂટ સ્પીડે પસાર કરતાં ફાસ્ટ ટ્રેનનો સમય વેડફાય છે. રેલમંત્રાલય દ્વારા સ્ટેશન પર આવતી ટ્રેનની સ્પીડ વધારવા લૂપલાઇનની સ્પીડ 35 કિમી કરવા માટે કાર્યવાહી થઇ રહી છે. જેથી લૂપલાઇનનાે હયાત વળાંક 12 મીટરથી વધારી 20 મીટરનો કરવામાં આવી રહ્યો છે. વડોદરા ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ પ્લેટફોર્મ પાસે ટ્રેકનો કર્વ (વળાંક) 4 ડિગ્રીનો છે. તેમજ પ્લેટફોર્મની ડિઝાઇન પણ ટ્રેક બદલાય તેવી નથી. જ્યારે રેલવે સ્ટેશન પાસે આવેલા પંડ્યા ઓવરબ્રિજ અને શાસ્ત્રીબ્રિજ નજીક લૂપલાઇન આવેલી હોવાથી ત્યાં વળાંક વધારી શકાય તેમ નથી. લૂપલાઇન ત્યાંથી દૂર ખસેડવી પડે અને ખર્ચ વધે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. સમગ્ર કામ મોટો રેલ બ્લોક માંગી લે તેમ છે. રેલવે સૂત્રો મુજબ એક ટ્રેક બદલવા અંદાજે 21 દિવસ બ્લોક લેવો પડે .તેમજ એક ટ્રેકનો ખર્ચ રૂ. 1 કરોડ જેટલો થાય . હાલ માત્ર બે લાઇન સીધી છે. પરંતુ તે ઉપર ટ્રેન 50 કિમીની સ્પીડે પસાર થઇ શકે નહીં.સ્ટેશનના ટ્રેકની કેપેસિટી નથી.

રેલવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ટ્રેન પોઇન્ટ ક્રોસિંગથી આવે છે.જેથી માત્ર 15 કિમીની સ્પીડે પ્લેટફોર્મ ઉપર આવે છે. જોકે ધીમી ગતિ ટ્રેનની અંદાજે 20થી 25 મિનિટ બગાડે છે.

પોઇન્ટ ક્રોસિંગ જવાબદાર ..!

ત્રણ સ્ટેશનો પર લૂપલાઇન બદલાઇ

અમદાવાદ-ગોધરા તરફની સ્પીડ વધશે

એરપોર્ટ જેવું સ્ટેશનનું બિલ્ડિંગ બનાવાશે

વડોદરા ડિવિઝનમાં આવતા મકરપુરા , સમલાયા અને વરણામા સ્ટેશન પાસે લૂપલાઇન બદલવામાં આવી છે. જેથી સ્ટેશન ઉપર ઉભી નહીં રહેતી ટ્રેન 35 કિ.મી.ની સ્પીડે પસાર થઇ શકે .જોકે વડોદરા સ્ટેશન ખાતે 50ની સ્પીડ કરવી શક્ય નથી . સુરત જેવી ટ્રેનની સ્પીડ કરવા પ્લેટફોર્મ તોડવાં પડે.

^ અમે અમદાવાદ-ગોધરા લાઇન છૂટી કરી રહ્યા છીએ. જેથી એક વર્ષમાં તરફની ટ્રેનની સ્પીડ વધશે. પરંતુ 50ની સ્પીડ કરવી શક્ય નથી. મુંબઈ તરફ અમે સરવે કર્યો છે.પરંતુ કામ ક્યારે થશે તે કહી શકાય નહીં. ટ્રેક ઉપર વળાંક છે અને ડિઝાઇન પણ નડતરરૂપ છે. > અમિતકુમારસિંહ , ડીઆરએમ

એરપોર્ટ બિલ્ડિંગ 160 કરોડના ખર્ચે બન્યું છે. પરંતુ નવી કે ઇન્ટર્નેશનલ ફ્લાઇટ શરૂ થઇ શકી નથી. ત્યારે રેલ મંત્રી દ્વારા વડોદરા રેલવે સ્ટેશનને આધુનિક અને વર્લ્ડક્લાસ બનવવા જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ટ્રેનની સ્પીડ વધારવાની વાસ્તવિક જરૂરિયાત અંગે કોઇ ઉકેલ નહી આવે.

વડોદરા શહેરના રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનો ૧૦ કિલોમીટર ની ઝડપે પસાર થાય છે ટ્રેન ની સ્પીડ વધારવા બન્ને તરફના ઓવર બ્રિજના કારણે લુપ લાઇન બદલી શકાતી નથી એટલે 50ની સ્પીડ થઇ શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...