તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 800 ખાનગી શિક્ષકોના ચૂંટણી ઓર્ડર રદ કરાશે

800 ખાનગી શિક્ષકોના ચૂંટણી ઓર્ડર રદ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનગી કોલેજોના ઓર્ડર પણ કેન્સલ થશે

ચૂંટણી વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ

સેલ્ફફાઇનાન્સ સ્કૂલો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સ્ટાફને ચૂંટણી કામગીરી નહિ સોંપવા અંગે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરવા માટેની સૂચના ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે આપ્યા બાદ ખાનગી સ્કૂલોના શિક્ષકોના તથા ખાનગી કોલેજોના શિક્ષકો ના ઓર્ડર કેન્સલ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. શહેર જિલ્લાની ખાનગી સ્કૂલોના 800થી વધારે શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગરી સોંપાઇ હતી તે તમામના ઓર્ડર કેન્સલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

હાઇકોર્ટના હુકમ મુજબ ખાનગી સ્કૂલો અને કોલેજો કે જેઓ નોન ગ્રાન્ટેડ છે અને સરકાર તરફથી કોઇપણ પ્રકારની સહાય મેળવતી નથી તેવી ખાનગી સંસ્થાઓના ટીચિંગ અને નો ટીચિંગ સ્ટાફને ચૂંટણી આયોગ દ્વારા કોઇપણ પ્રકારની ચૂંટણી કામગીરી સોંપી શકાશે નહિ અને જ્યાં ફરજો સોંપવામાં આવી હશે, તેના હુકમો તાત્કાલિક રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા આવા સ્ટાફને રાજ્યના કોઇપણ સ્થળે ચૂંટણી અંગેની ફરજો સોંપવામાં આવે નહિ તેની તકેદારી રાખવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

વડોદરા શહેર જિલ્લામાં ખાનગી શાળાઓના 800 થી વધારે શિક્ષકોને ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી હતી, હાઇકોર્ટના ઓર્ડર બાદ હવે તમામ શિક્ષકોના ઓર્ડર કેન્સલ કરવામાં આવી રહ્યા છે. ખાનગી કોલેજોના શિક્ષકોના ઓર્ડર પણ કેન્સલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...