તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નોલેજ હોય તો સયાજી લિટરેચર ફેસ્ટિવલના સ્પીકર બની શકશો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોલેજ હોય તો સયાજી લિટરેચર ફેસ્ટિવલના સ્પીકર બની શકશો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં પ્રતિષ્ઠા પામેલા સયાજી લિટ્રેચર ફેસ્ટિવલમાં વિવિધ નિયમો પણ બનાવવામાં આ‌વ્યા છે. જેમાં ખાસ કરીને સ્પીકર તરીકે એન્ટ્રી મેળવવા માટે પ્રત્યેક પાર્ટીસીપેન્ટ વધુમાં વધુ 3 સેશન માટે એપ્લાય કરી શકશે. જે માટે પાર્ટિસિપન્ટે પ્રેઝન્ટેશન પણ આપવાનું રહેશે. જે પ્રેઝન્ટેશનની ભાષા હિન્દી, ગુજરાતી અથવા અંગ્રેજી રાખી શકાશે.

ઓડિશન વિવિધ તબક્કાઓમાં અને વિવિધ રીતે લેવામાં આ‌વશે. જેમાં વિવિધ ટોપીક્સ પર લેખિત પરીક્ષા યોજાશે. જ્યારે સ્પીચ પણ આપવાની રહેશે. જેમાં સ્પર્ધકના પોતાના વિચારેલા ટોપીક પર તેણે સ્પીચ આપવાની રહેશે. ત્યારબાદ એક્સપર્ટ્સ દ્વારા પાર્ટિસિપન્ટ્સનો પર્સનલ ઇન્ટરવ્યૂ પણ લેવાશે. સિલેક્ટ થયેલાં સ્પર્ધક સયાજી લિટ્રેચર ફેસ્ટિવલમાં સ્પીકર તરિકે સ્થાન પામી શકશે.

સિટી રિપોર્ટર | વડોદરા

શહેરનાપ્રતિષ્ઠીત સયાજી લિટરેચર ફેસ્ટિવલનું આયોજન શહેરમાં તારીખ 3-4-5 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. સતત ત્રીજા વર્ષે ફેસ્ટિવલનું આયોજન ફેકલ્ટી ઓફ આર્ટ્સના દ્વારા કરવામાં આવ્યું છે. સયાજી લિટરેચર ફેસ્ટિવલ સાહિત્ય અને જ્ઞાનનો એક પ્રકારનો મેળો છે. વર્ષે સયાજી લિટરેચર ફેસ્ટિવલ ટીમ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈ પણ વિદ્યાર્થી ફેસ્ટિવલમાં સ્પીકર બની શકે તેવું આયોજન છે. જે દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું નોલેજ લોકો સામે પ્રદર્શિત કરી શકશે. સયાજી લિટરેચર ફેસ્ટિવલની સતત બે વર્ષની સફળતા પછી ફરી ત્રીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ષે નવીનતમ ધોરણે કોઈ પણ વિદ્યાર્થી અન્ય એક્સપર્ટ લોકો સાથે સ્પીકર તરીકેનો રોલ ભજવી શકે તેવું આયોજન છે. જે માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવી ઓડિશન આપવાની પધ્ધતિ શરૂ કરવામાં આવી છે. જે અંગેનું રજિસ્ટ્રેશન ઓનલાઇન શરૂ થઇ ચૂક્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો