• Gujarati News
  • National
  • ભારતરત્ન એમ.એસ. સુબ્બલક્ષ્મીની લાઇફ જર્ની એક્ઝિબિશનમાં પ્રસ્તુત થઇ

ભારતરત્ન એમ.એસ. સુબ્બલક્ષ્મીની લાઇફ જર્ની એક્ઝિબિશનમાં પ્રસ્તુત થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસિધ્ધ ફોટોગ્રાફર રઘુ રાય દ્વારા પાડવામાં આવેલો એમ.એસ.સુબ્બુલક્ષ્મીનો ફોટોગ્રાફ ફેમસ તો થયો હતો પરંતુ તેની સાથે ગુરુવારે પણ લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લોકોએ ફોટોગ્રાફમાં તેમના એક્સપ્રેશન જોઇને જાણે તેમના ગાયનનો અનુભવ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે ફોટો તેમના જીવનનો યાદગાર ફોટો હતો.

સિટી રિપોર્ટર | વડોદરા

જીવનમાંસફળતા પરિશ્રમ વિના મળતી નથી. ઘર છોડવું પડે છે, કડવા ઘૂંટ પીવા પડે છે, ટીકા સહન કરવી પડે છે, ધોમ ધખતા તાપમાં સળગવું પડે છે ત્યારે જઇને એક સ્થાન મળે છે, અમૃત મળે છે, પ્રસંશા થાય છે અને ત્યારે જળ ભરેલા વાદળો મળ‌ે છે તે મેસેજ શહેરની રેડ અર્થ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલા આર્ટ એક્ઝિબિશનમાં ઝળક્યો હતો. ભારત રત્નથી નવાજાયેલા પ્રસિધ્ધ ગાયિકા ડૉ.એમ.એસ. સુબ્બલક્ષ્મીની 100મી જન્મજયંતી નિમિત્તે એક્ઝિબિશન યોજવામાં આવ્યુ હતું. ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, મહારાજા ફતેહસિંહ મ્યુઝીયમ તથા રેડ અર્થ આર્ટ ગેલેરીના સંયુક્ત ઉપક્રમે ભારત રત્નના જીવન સફરને ઉજાગર કરતું ફોટો એક્ઝિબિશન યોજવામાં આવ્યુ હતું. જેમાં સેંકડો લોકોએ ભાગ લઇ લાઇફ જર્નીમાંથી ઇન્સ્પીરેશન મેળવ્યું હતું.

શહેરની રેડ અર્થ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલા એમ.એસ. સુબ્બુલક્ષ્મીના જીવન પર આધારિત ફોટો એક્ઝિબીશનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એક્ઝિબીશનમાં ફોટોની માહિતી પણ મુકવામાં આવી હતી.

Artist Exhibition

અન્ય સમાચારો પણ છે...