• Gujarati News
  • National
  • રાહુલ ગાંધી મંદિરમાં પણ નમાજ પઢવા બેઠા હોય તેમ બેસે છે : યોગી

રાહુલ ગાંધી મંદિરમાં પણ નમાજ પઢવા બેઠા હોય તેમ બેસે છે : યોગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલગાંધીને મંદિરમાં કેમ બેસવું તેની તાલીમ આપવી જરૂરી છે કેમ કે મંદિરમાં તે મસ્જિદમાં નમાજ પઢવા બેઠા હોય તેમ બેસે છે તેવી ટિપ્પણી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરવામાં યોજાયેલી સભામાં કરી હતી.

સભામાં યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર ચાબખા મારતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ આસ્થા સાથે ચેડાં કરવાનું કૃત્ય કરી રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાતિવાદ-વંશવાદની બીમારી હતી તેમાંથી મુક્તિ મળી છે તો તે બીમારી ગુજરાતમાં ઘૂસવા દેતા નહીં તેવી અપીલ સાથે તેમણે જણાવ્યું હતું કે, જનોઇધારી કે તિલક કરનાર કે કરનાર હિન્દુ નથી તેવું નથી પણ જે ભારતના છે તે દરેક વ્યકિત હિન્દુ છે, કારણ કે હિન્દુ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે.

રાહુલને પપ્પુ કહેનારને યોગીએ ધન્યવાદ આપ્યા

યોગી આદિત્યનાથનું ભાષણ શરૂ થયું ત્યારે શ્રોતાગણમાંથી પપ્પુ પપ્પુની બૂમો પડી હતી. જેના પર યોગીનું ધ્યાન ગયું હતું અને તરત પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મારાથી મંચ પરથી ઉપાધિ આપી શકાય નહીં પણ તેઓ સન્માનના હક્કદાર છે અને તેના માટે હું ધન્યવાદ આપું છું. પ્રતિક્રિયાની સાથે જય શ્રીરામના નારા સતત ચાલુ રહ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ગોરવા િવસ્તારમાં સભા સંબોધી

અન્ય સમાચારો પણ છે...