• Gujarati News
  • National
  • ભાસ્કર : ચૂંટણીના પ્રચારમાં વિકાસનો મુદ્દો કેમ વિસરાયો? રવિશંકર : રાહુલ મંદિરોમાં જાય તો ભાજપ જવ

ભાસ્કર : ચૂંટણીના પ્રચારમાં વિકાસનો મુદ્દો કેમ વિસરાયો? રવિશંકર : રાહુલ મંદિરોમાં જાય તો ભાજપ જવાબ આપે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારોને અનામત કેવી રીતે મળશે તેની સ્પષ્ટતા કોંગ્રેસે કરવી જોઈએ

પ્રધાનમંત્રીનાઅપમાનનો જવાબ ગુજરાતની જનતા આપશે તેવું શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર દ્વારા કરવામાં આવેલ અભદ્ર શબ્દને નિંદનીય ગણાવ્યો હતો. નોટબંધીના પગલે માત્ર દોઢ લાખ લોકોએ 5 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા હોવાનું બહાર આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી માટે ચાયવાળા,મોત કા સૌદાગર,નીચતા જેવા શબ્દો પ્રયોગ નિંદનીય છે. પ્રધાનમંત્રી માત્ર ભારત નહિ વિશ્વના નેતા છે. તેમણે કહ્યું હતું કે, ચા વેચવાવાળો પી.એમ કેવી રીતે બની ગયો તેવું પૂછવા પાછળ કોંગ્રેસની સામંતવાદી વિચારધારા છે અને ભારતના ગરીબો અને ગુજરાતનું અપમાન છે.

નોટબંધીના કારણે 99 ટકા રૂપિયો પાછો આવ્યો હોવાનું મનમોહનસિંહ કહી રહી રહ્યા છે પણ નોટબંધીના પગલે જે કંપનીઓના અસંખ્ય બેંક એકાઉન્ટ હતા તે વસ્તુ બહાર આવી છે. માત્ર દોઢ લાખ લોકોએ 5 લાખ કરોડ જમા કરાવ્યા છે. નોટબંધી બાદ જે પણ વિગતો સરકારને મળી છે તેના આધારે પગલાં લેવાશે, તેમ પ્રસાદે કહ્યું હતું. તેમની સાથે થયેલી વાતચીતના અંશો;

પ્રધાનમંત્રી માટે ચાયવાળા,મોત કા સૌદાગર,નીચતા જેવા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા છે જે નિંદનીય છે

વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાયદા પ્રધાને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર સીધંુ નિશાન સાધ્યું

} ભાજપે વિકાસના મુદ્દા પર ચૂંટણીની જગ્યાએ અન્ય મુદ્દાઓ પર પ્રચાર શરૂ કર્યો છે

ભાજપેવિકાસનો મુદ્દો ચેન્જ કર્યો નથી. ત્રણ ફેઝની લાઇન,રોકાણો,શિક્ષણમાં સૌથી ઓછો ડ્રોપ આઉટ રેશિયો,ગુજરાત દેશનું વિકાસ મોડેલ છે. મહેનતથી કરવામાં આવ્યું છે. મંદિર જવાથી ના થાય.

}પ્રચારના મુદ્દાઓ કેમ બદલાયા છે?

મુદ્દોવિકાસનો છે. પ્રધાનમંત્રી પણ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે પરંતુ રાહુલ ગાંધી મંદિર જાય છે, જનોઇ બતાવવામાં આવે છે. યુ.પી,બિહાર કેમ મંદિરોમાં ગયા ના હતાω તેમણે રાજનૈતિક મુદ્દાઓ બનાવાની કોશિશ કરી છે જેથી ભાજપ તેનો જવાબ આપશે જ.

}કોંગ્રેસના પાટીદાર અનામત મુદ્દે શું કહેવું છે?ω

કોંગ્રેસેપાટીદાર યુવાનો સામે અનામત કેવી રીતે મળશે તે વાતને સાર્વજનિક કરવી જોઇએ, ગુમરાહ કરવા ના જોઇએ.

}મણિશંકર અૈય્યર એવું કહી રહ્યા છે કે તે કોંગ્રેસથી અલગ છે

તેમણેગેરજવાબદારીભર્યું નિવેદન કર્યું છે. કોંગ્રેસે જે સ્ટ્રેટેજી કમિટી બનાવી છે તેના તેઓ સભ્ય છે. જેથી ખોટું બોલવું ના જોઇએ.

}કાશ્મીરમાં 376ની કલમ હટાવવા વિશે શું કહેવું છે?

કાશ્મીરભારતનો ભાગ છે અને રહેશે. ત્યાંની સ્થિતિ હાલમાં ઘણી સારી છે. યુવાનો રમતગમતમાં જોડાઈ રહ્યા છે. યુવાનો પોલીસ- લશ્કરમાં ભરતી થઇ રહ્યા છે જેથી અમે કાશ્મીરની પ્રજાને સાથે લઇને ચાલી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...