• Gujarati News
  • National
  • વડોદરા |ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીનું બે તબક્કામાં મતદાન થવાનું

વડોદરા |ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીનું બે તબક્કામાં મતદાન થવાનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીનું બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન ૯મી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૧૪ મી ડિસેમ્બરે નક્કી કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવવામાં આવ્યું હતું કે મતદાનના દિવસે રજા રાખવી અથવા તો કર્મચારીઓને મતદાન કરવા સમય મળી રહે તે માટે તેમને બે-ત્રણ કલાક માટે રજા આપવી. સંદર્ભે ગુજરાત રાજ્ય દ્વારા ગાંધીનગર ખાતે શ્રુતિ મોદી શ્રમ આયુક્તને મુખ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. જે મતદાન સમયે મળતી રજા અંગે થનારી ફરિયાદોનું નિવારણ કરશે.

વડોદરા શહેર-જિલ્લામાં એમ.જી સોનીની ફરિયાદ નિવારણ માટે નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે પ્રયત્ન કરી રહી છે. સરકારના પ્રયત્નોને વેગ મળે તે ઉદ્દેશથી સરકાર દ્વારા મતદાનના દિવસે રજા અથવા તો મતદાન કરવા માટે બે-ત્રણ કલાક ફાળવવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જો સરકારી અથવા તો કંપની એક્ટ અંતર્ગત આવતી સંસ્થાઓ મતદાન કરવા માટે રજા અથવા તો સમય ફાળવે તો તેમની સામે નિયમાનુસાર સજા કરવાની જોગવાઇઓ પણ રાખવામાં આવી છે.

મતદાનની રજા સંદર્ભે ફરિયાદ નિવારવા નોડલ ઓફિસર નિયુક્ત

અન્ય સમાચારો પણ છે...