ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

રાજ્યસરકાર દ્વારા રાજ્યની તમામ આરટીઓને એકસૂત્રમાં જોડી સમગ્ર વ્યવહાર સેન્ટ્રલાઇઝ કરવા પ્રયાસ થઇ રહ્યો છે. તે મુજબ આગામી ટૂંક સમયમાં વાહનોની આરસીબુક (કાર્ડ) ગાંધીનગરથી પ્રિન્ટ થઇને મોકલવા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે અા અંગે સમય અને તારીખનો સત્તાવાર પરિપત્ર થયો નથી .

રાજ્યની અંદાજે 39 આરટીઓ પૈકી મોટા ભાગની આરટીઓમાં વાહન ફોર સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનો આશય દેશનાં તમામ વાહનો અને લાઇસન્સની માહિતી નેશનલ સર્વર સાથે જોડી નેશનલ સિક્યુરિટી સાથે કનેક્ટ કરવાનો છે. જે મુજબ સુધારા થઇ રહ્યા છે. ત્યારે રાજ્યની આરટીઓ કચેરીમાંથી વાહનોનું રજિસ્ટ્રેશન કરવાની જવાબદારી શોરૂમને આપી ડીમ્ડ આરટીઓની પ્રથા શરૂ કર્યા બાદ આરસી બુક માટે પણ ગાંધીનગર ડેટા મોકલી ત્યાંથી આરસી બુક ડિસ્પેજ કરવાનો નિર્ણય કરાયો છે. જે ચૂંટણી પછી અમલી થઇ શકે છે. આરટીઓમાં નાગરિકોને આવવાનું અને ધક્કા ખાવાનું ઓછું થાય તેથી સરકાર દ્વારા વાહન -4 સોફ્ટવેરમાં આરસી બુક અને લાઇસન્સ અંગેની માહિતી અપલોડ કરી છે. આરટીઓ ડી ડી પંડ્યાએ જણાવ્યું હતું કે અંગેનો પરિપત્ર આવ્યો નથી. ટૂંક સમયમાં અમલી થશે.

વિધાનસભાની ચૂંટણી બાદ અમલ થવાની શકયતા

રાજ્યની આરટીઓને સેન્ટ્રલાઇઝ કરવા નિર્ણય

નવા વાહનની આરસી બુક હવે ગાંધીનગરથી આવશે

અન્ય સમાચારો પણ છે...