તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ફી મુદ્દે વાલીઓએ કાળાં કપડાં પહેરી માનવ સાંકળ રચી, રવિવારે મોદી આવે ત્યારે આશ્ચર્યજનક કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફી મુદ્દે વાલીઓએ કાળાં કપડાં પહેરી માનવ સાંકળ રચી, રવિવારે મોદી આવે ત્યારે આશ્ચર્યજનક કાર્યક્રમ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફી નિર્ધારણ અંગે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાયદો બનાવ્યા બાદ પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા તગડી ફી વસૂલવામાં આવી રહી હોવાથી વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા વાલી મંડળ દ્વારા ગુરુવારે શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે માનવ સાંકળ યોજવામાં આવી હતી. મહાત્મા ગાંધી નગરગૃહથી ભગતસિંહ ચોક સુધી વાલીઓ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતાં ગયાં હતાં. આગામી રવિવારે વડાપ્રધાનના આગમન વેળા વાલીઓએ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવાની પણ ચિમકી ઉચ્ચારી છે. ફી નિર્ધારણ અંગે કાયદો બનાવ્યાને સાત માસ જેટલો સમય થઇ ચૂક્યો છે. પરંતુ, તેમ છતાં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના ફી નિર્ધારણ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના પગલે હવે સેલ્ફફાઇનાન્સ શાળાઓ દ્વારા બીજા અને ત્રીજા સ્લેબની ફી માટે ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં રોષે ભરાયેલા વાલીઓ આજે મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે એકઠાં થયાં હતાં અને માનવ સાંકળ રચીને વિરોધ કર્યો હતો. મહાત્મા ગાંધી નગરગૃહથી વાલીઓ રેલી સ્વરૂપે ભગતસિંહ ચોક પહોંચ્યાં હતાં અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વાલીઓનું કહેવું છે કે, ચૂંટણીના પ્રચારોમાં રાજકીય પક્ષો અમારી સમસ્યા ભૂલી ગયા છે. રવિવારે અમે શહેરનાં વાલીઓ આશ્ચર્યજનક કાર્યક્રમો આપીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો