તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટોપી દાઢીવાળા સભામાં હોય તો માફ કરજો, પણ વસ્તી ઘટાડવાની જરૂર છે : સોટ્ટા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોપી-દાઢીવાળા સભામાં હોય તો માફ કરજો, પણ વસ્તી ઘટાડવાની જરૂર છે : સોટ્ટા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેમણે આવું કહ્યું હોય તો ખોટું છે : રવિશંકર પ્રસાદ

‘જોસભામાં ટોપીદાઢીવાળા હોય તો માફ કરજો પણ વસતી ઘટાડવાની, ઓછી કરવાની તાતી જરૂર છે,’ તેવું વિવાદિત નિવેદન ડભોઇના ભાજપના ઉમેદવાર શૈલેશ મહેતા(સોટ્ટા)એ જાહેર બેઠકમાં કરતાં હોબાળો મચી ગયો છે.આ વિવાદી નિવેદનનો વીડિયો પણ વાયરલ થયો છે.

ડભોઇ વિધાનસભા મત વિસ્તારના એક ગામમાં પાંચ દિવસ અગાઉ એક ચૂંટણી પ્રચાર સભાને તેમણે સંબોધી હતી. બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, હમણાં શાંતિ સમિતિની એક બેઠક મળી હતી અને તેમાં એક તડીપારે કહ્યું હતું કે, ભાજપાના ઉમેદવારથી ડર લાગે છે. ત્યારે હું કહું છું કે, હું ડરવા નહિ, પરંતુ, ડરાવવા માટે આવ્યો છું અને ડર પેસાડવા આવ્યો છુ તેવું જાહેરમાં કહું છું. અસામાજિક તત્ત્વો ડરે તે નગરીની તાતી જરૂરિયાત છે. આવા લોકોએ આંખ ઉઠાવીને વાત નહીં કરવી અને જો કરશે તો પરિણામ ભોગવવું પડશે.’ સોટ્ટાએ આગળ ઉમેર્યું હતું કે, ‘જે કોમમાં જન્મ્યા હોય તેના માટે બોલવાનું નહીં એવું કહેતા હોય તો ચૂંટણી ના લડુું ભાઇ..પણ લડીશ તો જે કોમમાં જન્મ્યો છે તેના માટે પણ લડી લઇશ. હવે જે છમકલાં કરે છે તે બંધ કરવાં જોઇએ નહીંતર ઇંટનો જવાબ પથ્થરથી મળશે.’

અંગે આજે સંપર્ક કરતાં સોટ્ટાએ કહ્યું હતું કે, ટોપી-દાઢીના શબ્દ પ્રયોગનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલો વીડિયો મારો છે. પાંચ દિવસ અગાઉની સભામાં મેં બધું કહ્યું હતું, પણ ટોપી-દાઢીનો જે અર્થ કાઢવામાં આવ્યો છે તે ખોટો છે.’ ટોપી-દાઢી તો કોઇ પણ વ્યક્તિ રાખી શકે છે તેવો બચાવ કરવાનો સોટ્ટાએ પ્રયાસ કર્યો હતો.

શૈલેષ સોટ્ટાને ચૂંટણી પંચે નોટિસ આપી

ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ યોજેલી જાહેર બેઠકનો વીડિયો વાઇરલ થયો હતો.

^ ડભોઇ વિધાનસભા બેઠકનાં ભાજપાનાં ઉમેદવાર નાં વિવાદીત પ્રવચન બાબતે વાયરલ થયેલાં વિડિઓ બાબતે નો ખુલાસો કરવા માટેની નોટિસ આજરોજ ઉમેદવાર શૈલેષ મહેતા આપવામાં આવી છે. > હિમાંશુપરીખ, ચૂંટણીઅધિકારી ડભોઇ

ડભોઇ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ લઘુમતીઓ માટે વિવાદી નિવેદન વિશે આજે વડોદરા આવેલા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને પૂછવામાં આવતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે સ્થાનીક મુદા વિશે તેમને કશું ખબર નથી પંરતુ જો કોઇ પણ ઉમેદવારે પ્રકારનું નિવેદન કર્યું હોય તે ખોટું છે.

સોટ્ટાએ કહ્યું, વીડિયો સાચો છે પણ ટોપી-દાઢીનું અર્થઘટન ખોટું છે

ડભોઇ બેઠકના ભાજપના ઉમેદવારનુ જાહેર બેઠકમાં વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાઇરલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો