અર્પિત પાઠક | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્પિત પાઠક | વડોદરા

કારઅને ટ્રક ચાલક વચ્ચે થઇ રહેલા ઝઘડાને પગલે ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલા એસટી બસના ડ્રાઇવરને પોલીસ સમજી કારમાંથી ચાલકે ટ્રક ચાલકને મારવા કોઇ વસ્તુનો ઘા કર્યો હતો. જોકે, તે રૂા.500ની નવી ચલણી નોટોનું રૂા.50 હજારનું બંડલ નીકળ્યું હતું.

ડ્રાઇવર ગોપાલ ચૌહાણની બસ ગુરુવારે રાજપીપલા નજીક દેવલીયા પાસે રોંગસાઈડમાં આવેલા એક ટ્રક ચાલકના કારણે ટ્રાફિક જામમાં અટવાઈ હતી. સમયે કાર ચાલકે ટ્રક ચાલક સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાનમાં બસ ચાલક ટ્રાફિક ક્લિયર કરાવતો હતો ત્યારે તેને પોલીસ સમજી કારમાં પાછળ બેઠેલા વ્યક્તિ ટ્રક ડ્રાઇવર તરફ પથ્થર જેવી વસ્તુનો છુટ્ટો‘ ઘા ’કર્યો હતો, અને ટ્રાફિક ક્લિયર થતાં કાર ભગાવી મૂકી હતી. જ્યારે ટ્રક ડ્રાઇવરે પોતાની ભાષામાં કુછ મારકે ગયા ,મુઝે મારકે ગયા’ની બૂમો પાડી હતી.’ સફેદ કારમાં ભાગેલા લોકો પકડાયા નહોતા પરંતુ શું માર્યું તે જોતાં બધા લોકોની આંખો પહોળી થઇ ગઇ હતી. કારમાંથી રૂ. 500ની નવી નોટનું રૂા.50 હજારનો બંડલ મારવામાં આવ્યું હતું. બંડલ ગોપાલભાઇએ લઇ તુરંત તિલકવાડા પોલીસને તેમજ એસ.ટી. ડેપો મેનેજર એમ.વી.વાઢેરને વાકેફ કરવામાં આવ્યા હતા.

ડ્રાઇવરને ઇનામ અપાશે

^ ડ્રાઇવરને તેની ઇમાનદારી માટે અમે ઇનામ આપવા વિચારી રહ્યા છીએ. એસ.ટી. વિભાગમાં અગાઉ કિંમતી સામાન પરત કરવાના કિસ્સા બન્યા છે પરંતુ આવો બનાવ પ્રથમ વખત બન્યો છે. > એમ.વી.વાઢેર , વડોદરાડેપો મેનેજર

ટ્રકચાલક સાથે તકરાર થઇ : રોકડ ST ચાલકે પોલીસને સોંપી

ઝઘડો થતાં કારચાલકે 50 હજારનું બંડલ છુટ્ટુ માર્યું

દેવલિયા પાસે ટ્રાફિક જામ વખતે અજીબ હરકત

અન્ય સમાચારો પણ છે...