તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બેંકોમાં આધાર કાર્ડ લિંકની મુદત વધતાં 4.12 લાખ ગ્રાહકોને રાહત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકોમાં આધાર કાર્ડ લિંકની મુદત વધતાં 4.12 લાખ ગ્રાહકોને રાહત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
31મીડિસેમ્બર સુધીમાં બેંક એકાઉન્ટ્સ સાથે પોતાનાં આધારકાર્ડ લિંક કરાવનારા ધારકોનાં એકાઉન્ટ્સને આરબીઆઇના નિર્દેશ પર ફ્રીઝ કરવાની બેંકોએ ચીમકી આપી હતી. જો કે કેન્દ્ર સરકારે મુદત 31 માર્ચ સુધી લંબાવવાની ખાતરી આપતા આધાર કાર્ડ લિંક નહીં કરાવનાર વડોદરાના 4.12 લાખ ગ્રાહકોને રાહત મળી છે.

કેન્દ્રના નાણા વિભાગે બેંક એકાઉન્ટ્સ અને મોબાઇલ નંબર તેમજ અન્ય સ્કીમોને આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે. જે સંદર્ભે આરબીઆઇએ તમામ બેંકોને 31મી ડિસેમ્બર સુધી પોતાનાં બેંકનાં એકાઉન્ટ્સને આધારકાર્ડ સાથે લિંક કરાવનારા ધારકોનાં એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની ચીમકી આપી છે. હજી પણ શહેરની સરકારી અને ખાનગી બેંકોના 13 લાખથી પણ વધુ એકાઉન્ટ્સ ધારકો પૈકી 4.12 લાખ એકાઉન્ટ્સ ધારકોએ પોતાનાં એકાઉન્ટ્સને આધારકાર્ડ લાથે લિંક કરાવ્યાં નથી. આવા એકાઉન્ટ્સ ધારકોનાં એકાઉન્ટ્સ 31મી ડિસેમ્બરના રોજ ફ્રીઝ થઇ જશે. જોકે એકાઉન્ટ્સ ધારકો પોતાનું એકાઉન્ટ્સ ફ્રીઝ થયા બાદ આધાર કાર્ડ તેમજ લેટેસ્ટ કેવાયસી સાથેના ડોક્યુમેન્ટ બેંકોમાં જઇને જમા નહીં કરાવે તો બેંકો આરબીઆઇને આવા એકાઉન્ટ્સ ધારકોના સંદર્ભમાં ડેટા મોકલી આપશે. સ્ટેટ બેંકમાં 6.50 લાખ ગ્રાહક પૈકી 1.50 લાખ, બેંક ઓફ બરોડામાં 5.42 લાખ ગ્રાહકો પૈકી 2.21 લાખ, આઇડીબીઆઇમાં 1.10 લાખ પૈકી 50 હજાર ગ્રાહકોએ આધાર કાર્ડ હજી લીંક કરાવ્યા નથી.

બેંક ઓફ બરોડાના 2.21 લાખ ગ્રાહકોએ આધાર લિંક કરાવ્યા નથી

31 ડિસેમ્બરની મુદત આપી ખાતા સીઝની ચીમકી આપી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો