તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કોંગ્રેસે જિલ્લાના ત્રણ બળવાખોરાેને સસ્પેન્ડ કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસે જિલ્લાના ત્રણ બળવાખોરાેને સસ્પેન્ડ કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીઓમાંપક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર તરીકે ઉમેદવારી નોંધાવનાર વિવિધ વિધાનસભાના કોંગ્રેસના પદાધિકારી,આગેવાન કાર્યકરોને 6 વર્ષ માટે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના સાવલીમાંથી પ્રદેશ ડેલીગેટનો હોદો ધરાવતા માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચોહાણ,વાઘોડીયામાંથી જયેન્દ્રસિંહ ચાવડા તથા રાજુ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવનાર પક્ષના આગેવાનો કાર્યકરોઓએ ગેરશિસ્તને ધ્યાનમાં લઇ પક્ષના બંધારણ મુજબ 6 વર્ષ માટે તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવનાર કાર્યકર કે આગેવાન હોય તેઓની ગંભીર ગેરશિસ્તને પક્ષ ચલાવી લેશે નહીં.

સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી હતી

માજી ધારાસભ્ય ખુમાનસિંહ પણ સસ્પેન્ડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો