• Gujarati News
  • National
  • સિટીના બે યુવાનોની રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધા માટે પસંદગી

સિટીના બે યુવાનોની રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધા માટે પસંદગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

આણંદખાતે સિનિયર ગુજરાત કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોચ જેસલ પટેલ અને મહેન્દ્ર મકવાણાના માર્ગદર્શન હેઠળ વડોદરાના સિદ્ધાર્થે અંડર 78 કિગ્રા અને કેતને અંડર 48 કિગ્રા વજન કેટેગરીમાં પાર્ટિસિપેટ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. સ્ટેટ લેવલની સ્પર્ધામાં વિજય થતાં કેન ઝેન રયુ સંસ્થાના કરાટે પ્લેયર્સ સિદ્ધાર્થ અને કેતનની નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી થવા પામી છે. બંને ખેલાડીઓ કોલકાતા ખાતે 13 અને 14 જાન્યુઆરી 2018 દરમિયાન યોજાનાર નેશનલ લેવલની કરાટે સ્પર્ધામાં ભાગ લેશે.

સ્ટેટ લેવલ કરાટે સ્પર્ધામાં વિજય મેળવતા વડોદરાના બે ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.

Karate Competition

અન્ય સમાચારો પણ છે...