તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાડી બદરી મહોલ્લામાં આગને કારણે નાસભાગ

વાડી બદરી મહોલ્લામાં આગને કારણે નાસભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાડીવિસ્તારમાં આજે સવારે બંધ મકાનમાં આગને કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી સ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો.

સવારે 10 વાગ્યે વાડી વિસ્તારમાં આવેલ બદરી મહોલ્લામાં મસ્જિદ પાસેના બંધ મકાનમાં એકાએક આગ લાગવાને કારણે સ્થાનિકોમાં દોડધામ મચી હતી. આગ લાગી ત્યારે ઘરના માલિક કુટુંબ સહિત બહારગામ ગયા હતા. આગને પગલે સ્થાનિકોએ ઘરમાલિકને તાત્કાલિક જાણ કરી હતી તથા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...