તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બે બિલ્ડરની આગોતરા જામીન અરજી નામંજૂર

બે બિલ્ડરની આગોતરા જામીન અરજી નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગરવાડાના શબ્બીર મંસુરીએ આપઘાત કર્યો હતો

ભાડવાતે આત્મહત્યા કરતાં ગુનો દાખલ થયો હતો

બિલ્ડરેમકાન કે, નાણાં પરત કરતાં ભાડવાતે કરેલી આત્મહત્યા કેસમાં સંડોવાયેલા બે બિલ્ડરની આગોતરા જામીન અરજી ન્યાયાધીશે નામંજૂર કરી હતી.

નાગરવાડા સૈયદપુરામાં રહેતા શબ્બીર સુલેમાન મનસુરીએ ગત 8મી જુલાઇ,2017ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને શબ્બીર મનસુરીએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી હતી, જેમાં શ્રી સાંઇ ઇન્ફ્રાસ્ટ્રકચરના ભાગીદારો પ્રિયેશ વિમલકાંત ચૌધરી (રહે, પાગેદારનો વાડો) તથા આશિષ જયંતીલાલ ઠક્કરે (રહે, તાંદલજા) નવું મકાન આપવાનું જણાવી પૈસા લીધા પછી પણ અશાંતધારાના નામે ફ્લેટ કે પૈસા નહીં આપતાં તેમણે મોતને વહાલું કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

પોલીસે બન્ને બિલ્ડર સામે ગુનો દાખલ કરતાં બિલ્ડર પ્રિયેશ ચૌધરી અને આશિષ ઠક્કરે આગોતરા જામીન અરજી દાખલ કરતાં કોર્ટ તે નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...