તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • VSEમાં 6 ડિસેમ્બરથી IPO ઓફિસ શરૂ કરાશે

VSEમાં 6 ડિસેમ્બરથી IPO ઓફિસ શરૂ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓફિસમાં સુવિધા ઉભી કરવાનું કામ પૂર્ણ

બોર્ડના સભ્યોની બેઠકમાં તૈયારીની સમીક્ષા

વડોદરાસ્ટોક એક્સચેન્જ લિમિટેડ (વીએસઇ)ની 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ સ્થાપના દિવસે ડીપી ધારકો અને આઇપીઓમાં રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે આઇપીઓ ઓફિસ શરૂ થશે.

આઇપીઓ ઓફિસમાં નવા ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓની ચકાસણી વીએસઇ બોર્ડ સભ્યોએ લઇને આઇપીઓ ઓફિસમાં ઉભી કરાયેલી સુવિધાઓથી સંતોષ વ્યકત કરીને 6ઠ્ઠી ડિસેમ્બરે શરૂ કરવા માટે લીલીઝંડી આપી હતી. વીએસઇ બોર્ડનાં ચેરપર્સન સોનલ પરીખે જણાવ્યું હતું કે, 6ઠ્ઠી ડિસેમ્બરે શરૂ થનાર આઇપીઓ ઓફિસમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ ઉભી કરવાનું કામ પૂર્ણ થયું છે. 85 હજાર ડીપી ધારકો, બ્રોકરો અને ઇન્વેસ્ટરોને તેમના નામથી આઇપીઓનાં પ્રિન્ટેડ ફોર્મ અપાશે, જેની પ્રિન્ટ કાઢીને તેઓ આઇપીઓ ઓફિસમાં જમા કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...