• Gujarati News
  • National
  • તરસાલીમાં ફરવા નીકળેલ મહિલાના અછોડાની લૂંટ

તરસાલીમાં ફરવા નીકળેલ મહિલાના અછોડાની લૂંટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાલીમાંબુધવારે મોડી સાંજે જમીને ફરવા નીકળેલી મહિલાના ગળામાંથી ~80,000ના અછોડાની લૂંટ ચલાવી બુકાનીધારી બાઇકચલાક ફરાર થઈ જતાં મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસસૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, તરસાલી સ્થિત વિજયનગર પાછળની આર.કે. પુરમ્ સોસાયટીમાં હીરાદેવી તિલોકસીંગ રાવત રહે છે. બુધવારે રાત્રે આઠ કલાકે તેઓ જમીને ફરવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ સોસાયટીના નાકે આવ્યા હતા. સમયે એક સફેદ રંગનો શર્ટ અને સફેદ રંગનો રૂમાલ મોંએ બાંધી બાઇક પર સવાર થઈ અંદાજિત 30 થી 40 વર્ષનો અજાણ્યો યુવક તેમની નજીક ધસી ગયો હતો. મહિલા કંઈ વિચારે તે પહેલાં તેણે તેના ગળામાં હાથ નાંખી ચાર તોલા વજનની ~80,000ની ચેઈન લૂંટી લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે ભયભીત બનેલી મહિલાએ બુમરાણ મચાવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં ચેઈન સ્નેચરસ અંધારાનો લાભ લઈ ક્યાંય પલાયન થઈ ગયો હતો. બનાવ સંદર્ભે મહિલાએ ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...