• Gujarati News
  • National
  • આંદોલનની રણનીતિ ઘડવા વડોદરામાં તા.4થીએ બેઠક

આંદોલનની રણનીતિ ઘડવા વડોદરામાં તા.4થીએ બેઠક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર, દ. ગુજરાતના પાટીદારો રેલીઓ યોજશે

ઉત્તરગુજરાત બાદ વડોદરા શહેર-જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનનો સળવળાટ શરૂ થયો છે. વડોદરામાં અનામત આંદોલનની રણનીતિ ઘડવાના ભાગરૂપે આગામી મંગળવાર તા.4 ઓગસ્ટે પાટીદાર સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરાયું છે. બેઠકમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત કરાઇ છે.

વડોદરા શહેર-જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનનો શરૂ કરવા માટે પાટીદાર સમાજનાં વિવિધ જૂથોનો સંપર્ક કરી જાગૃત કરવામાં આવી રહ્યાં છે. એડવોકેટ પરેશ પટેલની આગેવાની હેઠળ રચાયેલી ટીમના સભ્યો દ્વારા જિલ્લાના ગામેગામ પાટીદાર અનામત અાંદોલન માટેનો પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

પાટીદાર અનામત આંદોલનને વડોદરામાં વેગવાન બનાવવા તેમજ આંદોલનની રણનીતિ ઘડવા માટે આગામી તા.4 ઓગસ્ટે બેઠકનું આયોજન કરાયું છે. શહેરમાં આર.વી.દેસાઇ રોડ પર આવેલી કાનમ પાટીદાર સમાજની વાડીમાં આગામી મંગળવારે બપોરે 2 થી 4 દરમિયાન બેઠક યોજાશે. બેઠકમાં પાટીદાર અનામત આંદોલન વડોદરામાં કયા પ્રકારનું કરવું કયા કયા કાર્યક્રમો યોજવા તેની રણનીતિ ઘડવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. બેઠકમાં ઉત્તર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કરનાર આગેવાન હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહેવાના હોઇ વડોદરાની બેઠકને મહત્ત્વની માનવામાં આવી રહી છે.

સરદાર પટેલ સેવાદળે પણ ઝંપલાવ્યું

રાજ્યભરમાં વેગ પકડતું પાટીદાર અનામત આંદોલન

વડોદરા શહેર-જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનના શરૂ થયેલી ગતિવિધિમાં સરદાર પટેલ સેવાદળે પણ ઝંપલાવ્યું છે. સરદાર પટેલ સેવાદળના આગેવાનો દ્વારા શહેરના ગોરવા, સુભાનપુરા વિસ્તારો તેમજ જિલ્લામાં આજોડ, સોખડા અને શિનોર તાલુકાનાં ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...