• Gujarati News
  • ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 50,000 કિલો ભંગાર ભસ્મીભૂત

ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 50,000 કિલો ભંગાર ભસ્મીભૂત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનાગરવાડા-બહુચરાજી રોડ ઉપર આવેલા ભંગારના ગોડાઉનમાં બુધવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતાં 50,000 કિલોથી વધુ ભંગાર બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો . અલબત્ત, આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

નાગરવાડા- બહુચરાજી રોડ ઉપર હિતેશભાઇ સાગઠિયાનું ભંગારનું રૂપલ ટ્રેડર્સ ગોડાઉનમાં બુધવારે મધરાત્રે ભેદી આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગ્રેડે મેજર કોલ જાહેર કરી 7 વોટર બાઉઝર અને 2 ફાયર એન્જિન સાથે 35 જવાનોના સ્ટાફે અંદાજે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્લાસ્ટિક અને કાર્ડ બોર્ડ સહિતનો જ્વલનશીલ ભંગાર હોઈ ફરીવાર આગ લાગે તે માટે સવારે 10 વાગ્યા સુધી કૂલિંગ ચાલુ રાખ્યું હતું.

સ્ટેશન ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોડાઉનનો તમામ કાટમાળ ખસેડી ગ્રાઉન્ડ ઝીરો ઓપરેશન કરવામાં આવ્યું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.

-તો વર્કશોપ અને ગેરેજમાં પણ આગ લાગત

ભંગારનાગોડાઉનની બાજુમાં ઓટો મોબાઇલ વર્કશોપ અને ગેરેજ આવેલાં છે. આગની જ્વાળાઓ વર્કશોપ કે ગેરેજમાં પ્રસરે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી હતી. જો આગ તેમાં ફેલાઇ હોત તો ત્યાં ઓઇલ તેમજ જ્વલનશીલ પ્રવાહી અને વાહનોના કારણે વધુ રૌદ્ર સ્વરૂપ પકડે તેવી વકી હતી. જોકે, ફાયર બ્રિગ્રેડના જવાનોએ તેને સમયસર કાબૂમાં લઇ લીધી હતી.

બહુચરાજી રોડ પર ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી

3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી

બહુચરાજી રોડ પર ગત મધરાતે આગના તાંડવથી દોડધામ

અંધારાના કારણે લાઇટ માસ્કનો ઉપયોગ

મોડીરાત્રે ગોડાઉનમાં ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તારમાં અંધકાર છવાઇ ગયો હતો. વળી પ્લાસ્ટિક અને રબરના કારણે ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હોઈ લાઇટ માસ્ટનો ઉપયોગ કરાયો હતો. તેના અજવાળે આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરાઇ હતી.