• Gujarati News
  • ડિજિટલ સિટી | ‘આઇ એમ વડોદરા, આઇ એમ ડિજિટલ કેમ્પેઇનની’ની પહેલ કરી

ડિજિટલ સિટી | ‘આઇ એમ વડોદરા, આઇ એમ ડિજિટલ કેમ્પેઇનની’ની પહેલ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિજિટલ સિટી | ‘આઇ એમ વડોદરા, આઇ એમ ડિજિટલ કેમ્પેઇનની’ની પહેલ કરી

એક્સપિરિયન્સ સેન્ટર કેવી રીતે કાર્યરત થશે?

} કંપનીઓની આવક વધી

મનોહરહોટચંદાનીએ કહ્યું કે, ‘બોસ્ટન કન્સલ્ટિંગ ગૃપ દ્વારા તાજેતરમાં એક સરવે કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે સ્મોલ અને મિડીયમ બિઝનેસ, જેમણે બિઝનેસને ડેવલપ કરવા માટે આઇટીનો ઉપયોગ કર્યો છે તેમની છેલ્લા 3 વર્ષમાં આવક વધી છે. ઉપરાંત તેમણે આઈટીનો ઉપયોગ કરનારી કંપનીઓ કરતા વધુ રોજગારી ઉત્પન્ન કરી છે અને વૃદ્ધિ મેળવી છે.’

} એજ્યુ ક્લાઉડ લોન્ચ કરાયું

પ્રસંગેમાઇક્રોસોફટ દ્વારા વડોદરામાં એજયુકેશનલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ક્લાઉડ ટેકનોલોજી એજ્યુ ક્લાઉડને શરૂ કરવાની જાહેર કરવામાં આવી હતી. ટેકનોલોજી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને ડિજિટલ લર્નિંગ અને ટિચિંગમાં વિન્ડોઝ ટેબલેટની મદદથી ડિજિટલ કન્ટેન્ટ આપવામાં સરળ બનશે. ઉપરાંત ઓફિસ 365 યુઝ કરી શકાશે. એજ્યુ કલાઉડ સ્ટુડન્ટ્સ, ટિચર્સ, અને એડમિનિસ્ટ્રેટર્સને વર્ચ્યુઅલ લર્નિંગનું પ્લેટફોર્મ આપશે. ઉપરાંત સરળ વિડિયો કોન્ફરન્સ, ક્લાઉડ સ્ટોરેજ, એનાલિટિકસ, લર્નિંગનાં પરિણામોનો અભ્યાસ પણ થઇ શકશે.

આઇટીઝ અને ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, જેને માઇક્રસોફટના ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટરથી લાભ થઈ શકે

ઇન્ડસ્ટ્રિયલ પાર્ક

એસઇઝેડ

48

4

3

ફેક્ટ

ફાઇલ

}કાર્યક્રમમાં ડાબેથી માઇક્રોસોફટ ઇન્ડિયાના બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગના ડાયરેક્ટર મનોહર હોટચંદાની, નીલેશ શુક્લ, બિટસકેપના સીઇઓ કાર્તિક શાહ અને ફાઈન ક્યોર ફાર્માસ્યુટિકલ કંપનીનાં ડિરેક્ટર િવકાસ રાજધરીયાએ માહિતી આપી હતી.

smart city

વડોદરામાં દેશનું 1st ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટર સ્થપાશે

બુધવારે માઇક્રોસોફ્ટ દ્વારા વીસીસીઆઇના સહયોગથી ‘આઇ એમ વડોદરા, આઇ એમ ડિજિટલ’ કેમ્પેઇન લોન્ચ કરાયું હતું. જેમાં ડિજિટલ ડિવાઇસિસ અને સર્વિસિસ વિશેનું ગાઇડન્સ આપવામાં આવશે . ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને ઉપયોગી એજ્યુ ક્લાઉડ સર્વિસનો પણ પ્રારંભ થયો હતો. પ્રયાસથી દેશને ડિજિટલ બનાવવાના કેમ્પેઈનમાં વડોદરાનું સર્વપ્રથમ યોગદાન અપાયું છે.

સેન્ટર આગામી 90 દિવસમાં વડોદરામાં શરૂ થશે. સેન્ટરમાં માઇક્રોસોફ્ટની ડિજિટલ સર્વિસિસ અને લેટેસ્ટ ડિવાઇસની માહિતી આપવામાં આવશે. જેનાથી વિન્ડોસ એપ્સ, ઓફીસ 365 ક્લાઉડ ટેકનોલોજી વિશે માહિતી મેળવી શકાશે. સર્વિસ ફ્રી હશે જેનો ફાયદો નાના ઉઘોગો, ઉઘોગ સાહસિકો, શૈક્ષણિક સંસ્થાઓને થશે. સુવિધાથી તેમનાં રેગ્યુલર કાર્યશૈલીમાં પણ અનેકગણો વધારો થશે.

કલ્ચરલ રિપોર્ટર }દેશને ડિજિટલ બનાવવાના કેમ્પેઇન અંતર્ગત માઇક્રોસોફ્ટ દેશમાં પ્રથમ ડિજીટલ એકસપિરિયન્સ સેન્ટર વડોદરામાં સ્થાપશે. અગ્રગણ્ય સોફ્ટવેર કંપની માઇક્રોસોફટ દ્વારા બુધવારે શહેરમાં બે અગત્યની સર્વિસિસનો પ્રારંભ કરવાનું એનાઉન્સમેન્ટ કર્યું હતું. વડોદરાને ડિજિટલ સિટી બનાવવમા મદદ કરવા વીસીસીઆઇના સહયોગથી ‘આઇ એમ વડોદરા આઇએમ ડિજિટલ કેમ્પેઇનની’ની પણ પહેલ કરી હતી. ઉપરાંત માઇક્રોસોફ્ટની લેટેસ્ટ સર્વિસ એડુ ક્લાઉડનું પણ વડોદરામાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

બુધવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં માઇક્રોસોફટ ઇન્ડિયાના બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગના ડાયરેક્ટર મનોહર હોટચંદાની, વીસીસીઆઇના પ્રેસિડેન્ટ નિલેશ શુક્લ અને માઇક્રોસોફટના શહેરના પાર્ટનર બિટસકેપના સીઇઓ કાર્તિક શાહ અને અન્ય કસ્ટમર ઉપસ્થિત રહ્યાં હતા. નિલેશ શુક્લએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘દેશના પ્રાઇમ મિનિસ્ટર, રાજ્યના ચીફ મિનિસ્ટરથી લઇને તમામ સેકટર એવું માને છે કે દેશના વિકાસ માટે એમએસએમઇનો વિકાસ જરૂરી છે. વડોદરા એજયુકેશન હબ પણ છે અને તેથી સેન્ટરની શરૂઆત વડોદરાથી થઇ રહી છે અને વીસીસીઆઇ પાર્ટનર બની રહ્યું છે.’

માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગના ડાયરેક્ટર મનોહર હોટચંદાનીએ જણાવ્યું હતું કે, ‘વીસીસીઆઇ અને અમારા ગ્રાહકો સાથે જોડાણનો હેતુ વધુ લોકોને ક્લાઉડ ટેકનોલોજીનો ઉપયોગના ફાયદા વિશે માહિતગાર કરવાનો છે. વધુમાં વડોદરાનું ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટર દરેક ક્ષેત્રના એસએમબીસ, સંસ્થાઓ, ઉદ્યોગ સાહસિકોને જરૂરી એવી માહિતી પુરી પાડશે. ભારતમાં હાલમાં જે એસએમઇસ આઇટીનો ઉપયોગ નથી કરતી તે ઉપયોગ શરૂ કરે તો એક વર્ષમાં 56 મિલિયન ડોલર રૂપિયાનો ફાયદો થઇ શકે છે અને તેનાથી નવી જોબ્સ ક્રિયેટ થઇ શકે છે.’

ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ

11

એમએસએમઇ, એસએસઆઇ યુનિટ્સ

25,000