શિક્ષણ સાથે સેવાયજ્ઞ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિવર્સિટીમાંદર વર્ષે યોજાતા ફૂટપ્રિન્ટ્સ અંતર્ગત વડોદરા શહેર પાસે આવેલા શાહપુરા અને ઉમરવા ગામોને ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ દત્તક લીધાં છે. તેઓ રવિવારે ઉમરવા અને આમોદર ગામમાં જઇને સરકારી શાળાના વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો હતો. ઉપરાંત આખા વર્ષ સુધી વિદ્યાર્થીઓને જરૂરી શાળાની સ્ટેશનરી પણ આપી હતી.

મ.સ.યુનિ.માં છેલ્લાં 17 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાની ટેક્નોલોજિકલ ઇવેન્ટ ફૂટપ્રિન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. વર્ષે ફૂટપ્રિન્ટ્સ ઇવેન્ટ 23, 24 અને 25 ફેબ્રુઆરીના રોજ યેાજાનાર છે. ફૂટપ્રિન્ટ્સ અંતર્ગત વિદ્યાર્થીઓ છેલ્લાં 5 વર્ષથી વડોદરા શહેરની આસપાસનાં ગામડાંઓમાં જઇને સેવાકીય કાર્યો હાથ ધરે છે. ફૂટપ્રિન્ટ્સ ઇવેન્ટ અંતર્ગત વડોદરા જિલ્લાનાં બે ગામો ઉમરવા અને શાહપુરા પણ દત્તક લીધાં છે. ગ્રામ્ય વિસ્તારમાં ફક્ત બાળકો નહીં, તમામ વર્ગો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરાયછે. ફૂટ પ્રિન્ટ્સની કોર કમિટીના સભ્ય આદર્શ પટેલે જણાવ્યું હતું કે, આખા વર્ષ સુધી વિદ્યાર્થીઓ ઉપયોગમાં લઇ શકે એટલી સ્ટેશનરીનું વિતરણ અમે આજે કર્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સાથે સમય પણ પસાર કર્યો હતો.

છેલ્લાં 5 વર્ષથી વિદ્યાર્થીઓ ગામડાંઓમાં જઇને આરોગ્ય કેમ્પ સહિતનાં સેવાકાર્યો કરે છે

2 ગામો દત્તક લીધાં, આખા વર્ષની સ્ટેશનરી આપી

ફૂટપ્રિન્ટ્સ અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉમરવા અને આમોદરમાં જઇને સરકારી શાળાના બાળકોને ગરમ કપડાં, નોટબુક, પેન, પેન્સિલનું વિતરણ કર્યું હતું.

> ગામની શાળાના વિદ્યાર્થીઓ પણ અદ્યતન ટેક્નોલોજી શિખી શકે માટે કોમ્પ્યુટર ડોનેટ કર્યાં.

> ઉમરવા અને શાહપુરામાં આંખોની તપાસના કેમ્પ યોજ્યા, જેની આંખોમાં તકલીફ હોય તેનાં ઓપરેશનનો ખર્ચ ઉપાડ્યો.

> ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શિયાળાનાં કપડાંનુ વિતરણ કર્યું.

> દર વર્ષે બાળકોને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...