• Gujarati News
  • National
  • ઘરમાં જુગાર રમાડતી મહિલા સહિત 9 ઝબ્બે

ઘરમાં જુગાર રમાડતી મહિલા સહિત 9 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોત્રીરોડના લક્ષ્મીનગર-1 માં ઘરમાં જુગારધામ ચલાવતી મહિલાને ત્યાં પોલીસે દરોડો પાડી 8 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂા. 33700, 3 વાહનો સહિત કુલ રૂા. 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

લક્ષ્મીનગર-1 માં રહેતી ગૌરી ડાહ્યાભાઇ રાઠોડ આર્થિક ફાયદા માટે ઘરમાં જુગાર રમાડતી હોવાની બાતમી પો. કોન્સ્ટેબલ આઝાદ રઘુનાથને મળતાં રવિવારે બપોરે પોલીસે દરોડો પાડી પાના પત્તાનો જુગાર રમાડતી ગૌરી રાઠોડ ઉપરાંત વાલ્મિક સોસાયટીનો હિંમત રામભાઇ છોટિયા, ગાયત્રીનગરનો અનિલ ભીખા સીરસાથ, સનફાર્મા વુડાના મકાનનો જિતેન્દ્ર ભૂપત વસાવા, ગોત્રી રોડ ઇડબ્લ્યુએસ ક્વાર્ટર્સનો અંકુર સંજય પટેલ, વ્રજભૂમિ સોસાયટીનો કદાર સંતોષ ઇદુલકર,ગોરવા જીવનનગરનો ગોપાલ ડુંગર રાજપૂત, અનિલ નારાયણ બારિયા અને સનફાર્મા વુડાના મકાનનો ગોવિંદસિંહ હરિસીંગને ઝડપી પાડ્યાં હતાં.

પોલીસે રૂા. 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગોત્રી રોડ પર રહેતી મહિલાને ત્યાં દરાડો

અન્ય સમાચારો પણ છે...