• Gujarati News
  • National
  • ટ્રક બસ વચ્ચે અકસ્માત થતાં 11 મુસાફરોને ઈજા

ટ્રક-બસ વચ્ચે અકસ્માત થતાં 11 મુસાફરોને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરનાવદાવલ ગામે રહેતા હિમ્મતભાઇ ડાભી ગઇકાલે લકઝરી બસમાં મુસાફરો ભરી ભાવનગરથી સુરત જવા નિકળ્યા હતા. દરમિયાન શહેરના દુમાડ ચોકડી પાસે આગળ પસાર થતી ટ્રકમાં મોડી રાત્રે બસ પાછળથી અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બસમાં બેઠેલાં મુસાફરો પૈકી 11 ને ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે સમા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...