• Gujarati News
  • National
  • ટ્રેડ યુનિયનની 1 બેઠક પર વિપીનચંદ્ર પટેલનો વિજય

ટ્રેડ યુનિયનની 1 બેઠક પર વિપીનચંદ્ર પટેલનો વિજય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિ.માંપ્રતિષ્ઠાભરી ડોનર્સ કેટેગરીની ચૂંટણી યોજાયા બાદ આજે ટ્રેડ યુનિયનની એક બેઠક માટે ત્રણ ઉમેદવારો વચ્ચે યોજાયેલા ત્રિપાંખિયા જંગમાં વિપીનચંદ્ર પટેલને 83 મતો પૈકી 47 મતો મળતાં તેઓ વિજયી બન્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ચેતન દેસાઇને 26 અને લલિત પરમારને 10 મતો મળતાં તેમની કારમી હાર થઇ હતી.

યુનિ.ની ટ્રેડ યુનિયનની આજે યોજાયેલી ચૂંટણીમાં કુલ 93 મતદારો નોંધાયા હતા. બપોરે 1 થી 3 વાગ્યા સુધી યોજાયેલ ચૂંટણીમાં 93 મતદારો પૈકી 84 મતો પડ્યા હતા. જે પૈકી એક મત કેન્સલ થતાં બપોરે 3.30 વાગે 83 મતોની ગણતરી હાથ ધરાઇ હતી. મતોની ગણતરીમાં સૌથી વધુ મતો વિપીનચંદ્ર પટેલને 47 મતો મળતાં બંને પ્રતિસ્પર્ધીને હરાવીને વિજયી બન્યા હતા. વિપીનચંદ્ર પટેલ સતત બીજી ટર્મ માટે વિજયી બનતાં ટ્રેડ યુનિયનની એક બેઠક માટે તેમનો પુન: દબદબો જળવાયો હતો. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી લલિત પરમારને 10 અને ચેતન દેસાઇને 26 મતો મળ્યા હતા. ડોનર્સ કેટેગરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં એક પણ પોલીસ કર્મચારીને તૈનાત કરવામાં આવ્યા નહોતા. જ્યારે આજે એકસાથે 10-10 પોલીસ કર્મચારીઓને યુનિ.ની હેડ ઓફિસ ખાતે ખડકી દેવાયા હતા.

વિપીનચંદ્ર પટેલ

1 મત રદબાતલ : ચેતન દેસાઇને 26 મત મળ્યા

ત્રિપાંખ્યા જંગમાં કુલ 83 મતોમાંથી 47 મતો મળ્યા

અન્ય સમાચારો પણ છે...