રૂા.3500નું બેલેન્સ છતાં ITની નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંક વ્યવહાર જોયા બાદ નોટિસ અપાઇ

ડિમોનીટાઇઝેશનબાદ વેપારી-સંસ્થાઓના બેંકના વ્યવહારો અને સ્ટેટમેન્ટના આધારે વડોદરા ઇન્કમટેક્સ વિભાગે શહેરના નાના-મોટા વેપારી અને પ્રોફેશનલ્સને કારણદર્શક નોટીસ પાઠવીને વેપારી-પ્રોફેશનલ્સ પાસેથી લાખો-કરોડોની રકમ ક્યાંથી આવી અને આવકનો સ્ત્રોત શું ? રીર્ટનના સંદર્ભમાં આંકડાંમાં કેમ ફેર છે સહિતના પ્રશ્નો પૂછીને ખુલાસો માગ્યો છે.

8મી નવેમ્બરના રોજ રૂપિયા 500-1000ની નોટ્સ પર પ્રતિબંધ મૂકતાં કાળુનાણું ધરાવતાં શહેરના ઘણા માલેતુજારો, વેપારી અને પ્રોફેશનલ્સને કાળાનાણાંને સફેદ કરવાનો ખેલ કર્યો હતો. પોતાના સંબંધી-કર્મચારીઓના એકાઉન્ટ્સમાં બેનામી રકમો જમા કરાવીને કાળાનાણાંને હેરાફેરી કરી હતી. તમામ લોકોના બેંક વ્યવહારો અને બેંક સ્ટેટ્સમેન્ટ ડિટેલ્સ મેળવ્યા બાદ વડોદરા ઇન્કમટેક્સ વિભાગે કારણદર્શક નોટીસ પાઠવીને કેશના સોર્સ અને વ્યવહારોના સંદર્ભમાં ખુલાસો માંગ્યો છે. જેમાં શહેરના 1500 વેપારીઓ-પ્રોફેશનલ્સનો પણ સમાવેશ થાય છે. તમામને વડોદરા ઇન્કમટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ખરીદ-વેચાણનો રેકર્ડ, મૂડી અને તેનો સ્ત્રોત, બેંક ડીટેલ્સ, નફા-નુકશાનનું સ્ટેટમેન્ટ સહિતની વિગતો માગી છે. નોટીસ મેળવનારા વેપારીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની મદદ લઇને જવાબ આપવા માટે કવાયત હાથ ધરી છે.

આઇટીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કાળાનાણાંને સફેદ કરવાના ખેલમાં લાખો-કરોડોના બેંક વ્યવહારો થયાં હોવાની ડીટેલ્સ અમને મળી છે. માહિતી-ડીટેલ્સના આધારે અમે શંકાસ્પદ ધારકોને નોટીસ આપીને ખુલાસો માંગી રહ્યા છીએ. જરૂર પડે સર્વેની કાર્યવાહી પણ થઇ શકે છે.

ડિમોનીટાઇઝેશન બાદ વડોદરા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા શંકાસ્પદ એકાઉન્ટ્સ ધારકોને નોટીસ આપવામાં આવી રહી છે. જોકે નોટીસોમાં શહેરના દાંડીયાબજાર ખાતે આવેલી એક સંસ્થાના બેંક એકાઉન્ટ્સમાં રૂપિયા 3500ના વ્યવહારો હોવા છતાં પણ ઇન્કમટેક્સની નોટીસ આપતાં ભારે હોબાળો મચી ગયો છે.

મોટી રકમ ક્યાંથી આવી, રિર્ટનના આંકડામાં કેમ ફેર છે સહિતના ખુલાસા માગ્યા

શહેરના 1500 વેપારીઓને ITએ નોટિસ પાઠવી

અન્ય સમાચારો પણ છે...