• Gujarati News
  • National
  • ‘વેપારીને મારનાર મ્યુ.કમિશનર પોતાને અને શાસકોને લાફો મારે’

‘વેપારીને મારનાર મ્યુ.કમિશનર પોતાને અને શાસકોને લાફો મારે’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝામપુરાવિસ્તારમાં દુકાનદારને કચરો ફેંકવા બદલ મ્યુ.કમિશનરે લાફો મારી દીધો હતો ત્યારે મહિલા કોંગ્રેસે મંગળવારે સેવાસદનમાં મોરચો માંડયો હતો અને કમિશનર પોતાને અને શાસકોને લાફો મારે તેવી માંગ કરી હતી.

મેયર ભરત શાહના મતવિસ્તાર નિઝામપુરામાં મ્યુ.કમિશનર એચ અેસ પટેલ સોમવારે ફેરણીમાં નીકળ્યા હતા. જયાં, બેકરીની એક દુકાનની આગળ કચરો પડેલો હતો અને તેના માટે તેમણે દુકાનદારનો ઉધડો લીધો હતો.એટલુ નહીં, કચરો મારો નથી તેવો જવાબ આપનાર દુકાનદારને તેમણે લાફો ઝીંકી દીધો હતો. ઘટનાના પગલે નવનિયુક્ત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અમી રાવતની આગેવાનીમાં મહિલા કોંગી આગેવાનોનો મોરચો સેવાસદનમાં આવ્યો હતો. મ્યુ.કમિશનરે જાહેરમાં દુકાનદારની માફી માંગવી જોઇએ તેવી દૃઢ માંગ કરતા અમી રાવતે જણાવ્યું હતું કે,શહેરમાં રોજનો 750 મેટ્રિક ટન કચરો પેદા થાય છે અને સેવાસદનના રિપોર્ટ મુજબ 484 મેટ્રિક ટન કચરો ઉપાડે છે. ઘનકચરાના નિકાલ માટે અટલાદરા ખાતે 300 મે.ટન કચરો પ્રોસેસ કરતો પ્લાન્ટ બંધ છે તો જાંબુવામાં પણ લેન્ડ ફીલ સાઇટ બંધ છે. સંજોગોમાં, જયાં કચરો નાંખવાની મનાઇ છે તેવી લેન્ડફીલ સાઇટ, તળાવો, નદીઓમાં કચરો ઠલવાય છે તેવો ખુલ્લો આક્ષેપ કરી તેમણે મ્યુ.કમિશનરે લાફો કોન્ટ્રાકટરો અને સેવાસદનના અધિકારીઓને મારવો જોઇએω તેવો સવાલ ઉઠાવ્યો હતો. શહેરની ગંભીર સમસ્યા સામે બેદરકારી દાખવનારા શાસકોને તેમજ પોતાને મ્યુ.કમિશનરે લાફો મારવો જોઇએ અને કમિશનરે તેમના લાફાનો ભોગ બનેલા વેરો ભરનાર દુકાનદારની માફી માંગવી જોઇએ નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી લેખિતમાં ચીમકી આપી હતી. મામલે તેમણે મ્યુ.કમિશનરને સંબોધન કરતુ આવેદનપત્ર પણ આપ્યું હતું.

નિઝામપુરામાં એચ.એસ.પટેલે વેપારીને લાફો માર્યો હતો

શહેર મહિલા કોંગ્રેસનો સેવાસદનમાં મોરચો

અન્ય સમાચારો પણ છે...