• Gujarati News
  • National
  • શાસ્ત્રી બ્રિજ પાસે અકસ્માતમાં વધુ એકનું મોત

શાસ્ત્રી બ્રિજ પાસે અકસ્માતમાં વધુ એકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજશાસ્ત્રી બ્રિજ નીચે સોમવારે રાત્રે ટ્રેલરના ચાલકે આગળ જતી 2 રિક્ષા અનેે પાર્ક કરેલી બાઇકને અડફેટે લેવાની ઘટનામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ એક યુવાનનું મોત નીપજયુ હતું.

સોમવારે રાતે નવાયાર્ડના રિક્ષાચાલક અસગરઅલી રિક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે ટ્રેલરના ચાલકે શાસ્ત્રી બ્રિજ નજીક તેમની રિક્ષાને ટક્કર મારી અન્ય વાહનોને અડફેટે લીધાં હતાં. ટ્રેલર અને પીલરની વચ્ચે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રિક્ષા ચાલક પણ તેની વચ્ચે ચગદાઇ ગયો હતો. જ્યારે રિક્ષામાં સવાર બે મુસાફરો પૈકી તાંદલજાની શેફ રેસીડેન્સીમાં રહેતા 57 વર્ષીય ઇમ્તિયાઝ હુસેન હૈદરઅલી બાદશાહખાનની હાલત ગંભીર હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાતે 11.50 કલાકે મોત થયુ હતું. મધરાતે 2.55 કલાકે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોટમ માટે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...