• Gujarati News
  • મિસાઇલ મેનને સંસ્કારી નગરીની સામૂહિક શ્રધ્ધાંજલિ

મિસાઇલ મેનને સંસ્કારી નગરીની સામૂહિક શ્રધ્ધાંજલિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
33 વર્ષના પત્ર વ્યવહારનો સંગાથ છૂટી ગયો : રાજન ભંભાણી

સિટી રિપોર્ટર. વડોદરાનામકપુરા રોડ વિસ્તારમાં રહેતા અને વીજ વિભાગના નિવૃત્ત ઇજનેર રાજન ભંભાણીએ પણ ડૉ.કલામના મૃત્યુથી ઘેરો શોક અનુભવ્યો છે. ડૉ.કલામ તેમની સાથે પરિચયમાં છેલ્લા 33 વર્ષથી હતા અને બંને વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. વિશે આજે રાજન ભંભાણીએ જણાવ્યું કે, ‘1983માં હું ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં ગોવા પાસેના વાસ્કોમાં જુનિયર એન્જિનિયર હતો.ત્યારે મારી ઓળખાણ એક ઓફિસરે ડૉ.કલામની મુલાકાત મારી સાથે કરાવી હતી. તે સમયે તેઓ જુનિયર સાયન્ટિસ્ટ હતા. મેં પહેલી મુલાકાતમાં તેમનું એડ્રેસ લીધું હતું અને તેમની સાથે પત્રવ્યવહાર કરતો હતો. દેશના રાષ્ટ્રપતિ બન્યાં બાદ પણ તેમણે મને યાદ રાખ્યો હતો.’ 2007માં તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે વડોદરાની એક મુલાકાત અગાઉના દિવસે મેં તેમની ઓફિસે ફેક્સ કરીને મળવાની વિનંતી કરી હતી. તે વિનંતી તેમને ધ્યાનમાં રાખીને 2 મિનિટની મુલાકાત ગોઠવી હતી. ત્યારે તેમણે મને ભેટીને જૂની વાતો તાજા કરી હતી.

2013માં ભાજપના નેતા ભરત ડાંગર સાથે ડૉ.કલામ.

ગુરુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ પુષ્પાંજલિ આપી હતી.

ઊર્મિ સ્કૂલ ખાતે ડૉ.કલામના ડ્રોંઇગને શ્રદ્ધાંજલિ આપી હતી.

અશોક રાજે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીની શ્રદ્ધાંજલિ.

કોઠી કચેરીએ તિરંગાને અડધી કાઠીએ ફરકાવાયો હતો.

ફેકલ્ટી ઓફ ટૅક્નોલોજીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના ઓડિટોરિયમ ખાતે ડૉ.કલામને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.