• Gujarati News
  • PIના ત્રાસથી કંટાળી ASIએ પોલીસ સ્ટેશનમાં ઝેર પીધું

PIના ત્રાસથી કંટાળી ASIએ પોલીસ સ્ટેશનમાં ઝેર પીધું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇપોલીસ સ્ટેશનના એએસઆઇ કિરણભાઇ તલવારે પીઆઇ એસ.કે. વાળાના ત્રાસથી પોઇઝન પી જઉં છું નું જણાવી પોલીસ મથકમાં વખ ઘોળી જીવન ટુંકાવવા પ્રયત્ન કર્યો હતો. તેને ડભોઇ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વડોદરા ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડતા તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. .

છેલ્લાં 2 વર્ષથી ડભોઇ પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા કિરણભાઇ તલવારે આજે સાંજના 4.30 કલાકે ડભોઇના પીઆઇ એસ,કે,વાળાની ચેમ્બરમાં રજાનો રિપોર્ટ લઇને રજા લેવા માટે ગયા હતા. પીઆઇએ રજા આપતાં પહેલાં અગાઉ બે દિવસથી ગેરહાજર કેમ હતાંω બાબતનો ખુલાસો કરો પછી રજાની માંગણી કરો નું જણાવતાં કિરણ તલવારને બાબતે ખૂબ માઠું લાગતાં તે ચેમ્બરની બહાર નિકળી સીધા પોલીસ મથક છોડી બહાર નિકળી ગયા હતા. ગણતરીની મિનિટોમાં પોલીસ મથકે પાછા ફરી પીએસઓનાં ટેબલ નજીક આવી તેમના પાકીટમાંથી સફેદ કલરની પ્લાસ્ટિક ની નાની બોટલ કાઢી મોઢે માંડી દવા પીને બૂમો પાડી હતી કે પીઆઇના ત્રાસથી હુંએ પોઇઝન પી નાંખ્યું છે. અને પોલીસ મથકનાં પગથિયાં ઉતરી તે બહાર નિકળતો હતો અને પોલીસ પટાંગણ માં તે દવાના દર્દથી રેતીમાં પડી ગયો. તેને તુરંત વડોદરા ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ગેરહાજરીનો ખુલાસો પૂછ્યો

^રજા માંગવા આવેથી અગાઉ બે દિવસ કેમ ગેરહાજર રહ્યા હતા તેનો પહેલાં ખુલાસો આપો પછી રજા આપું તેમ જણાવ્યું હતું. થાણા અધિકારી તરીકે આટલું પૂછવું ત્રાસ છે? > એસ.કે. વાળા, પીઆઇડભોઇ

રજાનો િવવાદ | ડભોઇ પો. સ્ટે.નો બનાવ