• Gujarati News
  • ગુરુપૂર્ણિમાની રાત્રિએ બ્લૂ મૂનનો નજારો જોવા મળશે

ગુરુપૂર્ણિમાની રાત્રિએ બ્લૂ મૂનનો નજારો જોવા મળશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોતમે ક્યારેય બ્લૂ મૂન(ભૂરો ચંદ્ર) જોયો હોય તો ગુરુપૂર્ણિમાની રાત્રિએ એટલે કે, તા.31 જુલાઇની રાત્રિએ ખગોળિય ઘટના અંતર્ગત આકાશમાં થનારો બ્લૂ મૂનનો નજારો જોવા મળશે.

ખગોળવિદ્ દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું હતું કે, ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિથી જ્યારે એક અંગ્રેજી કેલેન્ડરમાં મહિનામાં બે પૂર્ણિમા હોય છે ત્યારે બીજી પૂર્ણિમાના દિવસને બ્લૂ મૂન કહેવામાં આવે છે. અત્રે જાણવું જરૂરી છે કે, જુલાઇ મહિનાના પ્રારંભમાં તા.2 જુલાઇએ પૂર્ણિમા હતી અને હવે તા.31 જુલાઇએ બીજી પૂર્ણિમા થશે. કોઇ એક સિઝનની ચાર પૂર્ણિમા હોય તો તેની ત્રીજી પૂર્ણિમાના ચંદ્રને પણ બ્લૂ મૂન કહેવામાં આવે છે. આવું ત્યારે થાય જ્યારે એક વર્ષના 12 મહિનામાં 13 પૂર્ણિમા હોય છે. આવું 30 થી 36 મહિનામાં થાય છે. આવું તા.31 ઓગસ્ટ 2012 માં થયું હતું. ક્યારેક એવું પણ થાય છે કે, એક કેલેન્ડર વર્ષમાં બે બ્લૂ મૂન પણ આવે છે. આવી ઘટના જાન્યુઆરી અને માર્ચ 1999 માં જોવા મળી હતી. બ્લૂ મૂનનો આવો ન્યનરમ્ય નઝારો હવે આગામી વર્ષોમાં હવે 2018 અને 2037 માં થશે.

ગત તા.2 જુલાઇએ પણ પૂનમ હતી

1 માસમાં બે પૂનમની ઘટના બને છે