• Gujarati News
  • National
  • થેલેસેમિયાથી પીડાતા કિશોરના પ્રકરણમાં પોલીસ તપાસ શરૂ

થેલેસેમિયાથી પીડાતા કિશોરના પ્રકરણમાં પોલીસ તપાસ શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થેલેસેમિયાનીબીમારથી પીડાતા 15 વર્ષનાં કિશોરનો એચ.આઇ.વી પોઝિટિવ રીપોર્ટ આવવાના કિસ્સામાં વ્યથીત પિતાએ પોલીસમાં અરજી આપતા પોલીસે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલનાં મેનેજમેન્ટ પાસેથી જવાબદાર તબીબ, સ્ટાફ, ટ્રાન્ફ્યુઝનનાં ડેટા સહિતની તમામ વિગતો મંગાવી ઘટના પાછળ કોની બેદરકારી હોવા અંગે તલસ્પર્શી તપાસ આરંભી છે.

કાશીબા હોસ્પિટલમાં અગાઉ કોન્ટ્રાકટમાં સ્વિપર તરીકે ફરજ બજાવતા કર્મચારીનાં થેલેસેમિયા મેજરથી પીડાતા 15 વર્ષીય કિશોરને એચ.આઇ.વી. પોઝિટિવ રીપોર્ટ આવતા પરીવાર પર આભ તૂટી પડયુ છે. વ્યથીત અને નિસહાય બનેલા પિતાએ પોતાના પુત્રને એચ.આઇ.વી. ના મુખમાં ધકેલવા પાછળ કોની નિષ્કાળજી છે તેની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગણી સાથે બુધવારે કારેલીબાગ પોલીસ મથકે અરજી આપતા પોલીસે જાણવા જોગ ફરિયાદ લઇ તપાસ આરંભી છે.

શું કહે છે એક્સપર્ટ

શું કહે છે સત્તીધીશો

HIV પોઝિટિવ આવતાં િપતાની ફરિયાદ

^ સરકારી હોસ્પિટલમાં જનરેશન -3 કિટ વપરાય છે જેમાં 45 દિવસ પહેલાનું ઇન્ફેકશન આવી શકે. એટલે ડાયગ્નોસિસનું લિમિટેશન કિટનું છે, બ્લબ બેંકનું નથી હોતું.> ડો.વિજય શાહ, સંચાલક,ઇન્દુ બ્લડ બેંક

^વિન્ડો પિરિયડમાં આવું થઇ શકે છે. તેના કારણે થેલેસેમિયાનાં દર્દીઓ પૈકી 15 ટકા દર્દીને ઇન્ફેકશન લાગી જતું હોય છે. તેના કારણે બ્લડ ડોનર પરિચિત હોવો જોઇએ. > ડો.સીમા ભાટવાડેકર, હિમેટોલોજિસ્ટ

^ મેનેજમેન્ટ દ્વારા કિશોરને કયારે કાયરે ટ્રાન્ફ્યુઝન અપાયા, બ્લડનાં ડોનર કોણ કોણ હતા સહિતની વિગતો મેળવાઇ રહી છે.> ડો.જગદીશ પટેલ, ટ્રસ્ટી,કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...