• Gujarati News
  • National
  • પ્રો.માર્કંડ ભટ્ટે મૃતઃપ્રાય ગુજરાતી નાટ્ય કલામાં પ્રાણ પૂર્યા હતા

પ્રો.માર્કંડ ભટ્ટે મૃતઃપ્રાય ગુજરાતી નાટ્ય કલામાં પ્રાણ પૂર્યા હતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધુનિકગુજરાતી નાટકોના જન્મદાતા, નાટયગુરૂ અને તખ્તાના તાજ પ્રો.માર્કંડ ભટ્ટ એવા કલાકાર હતા કે જેઓએ આખી જીંદગી કલાને સમર્પિત કરી હતી. તેઓએ દેશ વિદેશમાં મળીને ગુજરાતી નાટકોના 1500થી વધુ પ્રયોગો કર્યા હતાં. ‘પ્રો.માર્કંડ ભટ્ટે મૃતઃપ્રાય થયેલી ગુજરાતી નાટય કલામાં પ્રાણ પૂર્યા હતા.’ તેમની સ્મૃતિમાં એકાંકી નાટ્યોત્સવ યોજાયો.બે એકાંકીઓની ભજવણીના વચ્ચેના ગાળામાં વિહંગ મેહતા, મકરંદ મુસળે અને ગઝલકારો દ્વારા માર્કન્ડ ભટ્ટ સાથેના સંસ્મરણો વાગોળાયા હતા.

અંકુર ઝવેરી દિગ્દર્શીત, ‘ધી સીયામીઝ’, એકતા દેસાઇ - ગોપાલ ચોપડા‘આથમણે અજવાળા’ રવિન્દ્ર ઉઘરેજીયા ‘હાફપેન્ટ’ કિરણ દલાલ ‘તીન બંદર’ તથા ભાનુપ્રસાદ ઉપાધ્યાય ‘સરકી જાયે પલ’ રજુ થયાં

મકરંદ મુસળેએ માર્કંડ ભટ્ટ સાથેના સંસ્મરણો વિશે વાત કરતા જણાવ્યું કે, તેમનો ‘પ્રથમ પ્રેમ કવિતા હતો’ માર્કંડ ભટ્ટ અને ઉર્મિલાબહેન એકબીજાને કવિતા સંભળાવતા. કવિતા પ્રેમને ધ્યાને લઇ ‘એક કવિ એક સાંજ’ કાર્યક્રમ શરૂ કર્યો હતો.

વિહંગ મેહતાએ એક ટેલિફોનિક વાતચિતમાં તેમણે માર્કંડ ભટ્ટ સાથેના સંસ્મરણો વાગેળતા જણાવ્યું કે, તેઓ સુડોળ કાયા સાથે પહાડી અવાજ ધરાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...