• Gujarati News
  • National
  • ત્રણ જિલ્લામાં મેગા જોબફેરનું આયોજન કરાશે

ત્રણ જિલ્લામાં મેગા જોબફેરનું આયોજન કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદેશભાજપ યુવા મોરચાના પ્રમુ ડો.ઋત્વિજ પટેલે શુક્રવારે નમતી બપોરે સયાજીગંજ સ્થિત શહેર ભાજપ કાર્યાલયની ઉડતી મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ શહેર યુવા ભાજપ મોરચાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઇને અટકળો વહેતી થઇ હતી.

પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાત સરકાર દ્વારા તા.11થી તા.17 ફેબ્રુઅારી દરમિયાન રાજયના 11 સ્થળો પર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ છે રાજયના વહીવટમાં યુવાનોના જોમ જુસ્સાને જોડવા એક વર્ષમાં 67 હજાર જેટલી સરકારી જગા પર ભરતી કરવાનું આયોજન છે. વડોદરામાં તા.16મીએ તરસાલી આઇટીઆઇ ખાતે વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જિલ્લા માટે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...