• Gujarati News
  • National
  • વરણામા ગામમાં ત્રિમંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

વરણામા ગામમાં ત્રિમંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાસુરત હાઇવે પાસે આવેલ વરણામા ગામમાં વડોદરા ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.22 થી 26,ફેબ્રુઆરી સુધી ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

પૂ.દાદા ભગવાનની જન્મભૂમિ, કર્મભૂમિ અને નિર્વાણ ભૂમિ વડોદરામાં પૂ.આત્મજ્ઞાની દિપકભાઇના સાંનિધ્યમાં શિવ મંદિર, કૃષ્ણ મંદિર અને સીમંધર સ્વામી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે.

દાદા ભગવાન પરિવાર દ્વારા આયોજિત ત્રિમંિદર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તા.22મીએ સાંજે 4.00 કલાકે સ્વાગત સમારોહ, તા.22 અને 24મીએ સાંજે 4.30 કલાકે સત્સંગ, તા.25મીએ સાંજે 4.00 થી 7.30 કલાકે જ્ઞાનવિધિ, દરરોજ રાત્રે 8.30 થી 10.00 કલાકે ભક્તિ સંગીત, ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા.24મીીએ સવારે 10.00 થી 12.00 કલાકે શિવમંદિરમાં સ્થાપિત ભગવંતો, તા.25મીએ સવારે 10.00 થી 12.00 કલાકે કૃષ્ણ મંદિરમાં સ્થાપિત ભગંવતો અને તા.26મીના રોજ સવારે 9.30 થી 1.30 કલાકે સીમંધર સ્વામી, શ્રીકૃષ્ણ અને શિવ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...