તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

celebs in city

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
celebs in city

બોલિવુડ-ટેલિવુડના કલાકારોની વડોદરા વિઝીટ

ફિલ્મી ગપસપ |એક્ટર દિલઝાન વાડિયાની ફિલ્મના સોંગનું શૂટિંગ વડોદરામાં થયું. ‘ચુલબુલે નારદ કી નટખટ લીલાયેં’ના બાળ કલાકાર રાજ માંગેએ પોતાના કરિયરની વાત કરી.

સિને રિપોર્ટર }‘નારાયણ નારાયણ, ચુલબુલે નારદ કી નટખટ લીલાયેં’ સિરિયલમાં આગામી દિવસોમાં બાલ હનુમાનના પાત્રની એન્ટ્રી થશે. પાત્ર રાજ માંગેએ ભજવ્યું છે. રાજ માંગે અગાઉ ટેલિવિઝનની ‘જય જય બજરંગબલિ’ સિરિયલમાં કામ કરી ચુક્યો છે. તેણે જણાવ્યું કે, ‘આ પાત્ર મેં સ્ક્રિન પર અગાઉ ભજવ્યું હતું અને તે બાળકો સાથે વડીલોને પણ પસંદ આવ્યું હતું અને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો. વખત મને એક અલગ માઇથોલોજિકલ કેરેક્ટર નારદ સાથે કનેક્ટ થવાનો ચાન્સ મળ્યો તો મેં સ્વીકાર્યો છે. વડોદરામાં શુટિંગ સાથે હું એન્જોય પણ કરી રહ્યો છુ અને મંત્રા સાથે કામ કરવાની મજા આવે છે.’

} બાલ હનુમાન તરીકે રાજમાંગેનું ટેલિવિઝનમાં પુન:આગમન થયું છે.

} વિમેન સેફ્ટી માટેની ફિલ્મનું શુટિંગ વડોદરામાં થયું.

‘વડોદરામાં શૂટિંગ સાથે એન્જોય કરું છું’

‘વડોદરા, ગુજરાત વિમેન માટે સેફ છે’

સિને રિપોર્ટર }ગુરુવારે શહેરમાં બે પ્રોગ્રામ્સમાં બોલિવુડ તેમજ ટેલિવુડના એકટર્સ અને એકટ્રેસિસ હાજર રહ્યા. શહેરના એકટર દિલઝાન વાડિયા અભિનિત ફિલ્મ ‘ફોર પિલર્સ ઓફ બેસમેન્ટ’નાં એક સોંગનું શુટિંગ થયું હતું. મૂળ પોર્ટુગિઝ અને બોલિવુડમાં કામ કરી રહેલ બ્રુના અબ્દુલ્લાહે એક સોંગનું પર્ફોર્મન્સ કર્યુ હતું. જ્યારે એક ચેનલ પર પ્રસારીત થતી ‘ચુલબુલે નારદકી નટખટ લીલાએ’માં બાલ હનુમાનનું પાત્ર ભજવનાર રાજ માંગે હાજર રહ્યો હતો.

સિને રિપોર્ટર }દિલઝાન વાડિયાએ કહ્યું કે, ‘મેટ્રો સિટીસના મોલ-કોમ્પલેક્સના બેસમેન્ટમાં અનેક વખત વિમેન સાથે દુર્વ્યવહાર થયા છે. ફિલ્મ દ્વારા અમે કેટલીક એવી ટેકનિકસ દર્શાવીશું જેમાં વિમેન બેસમેન્ટમાં કેવી રીતે સલામતીથી આવી-જઇ શકે. ફિલ્મનું શુટિંગ ગોવા, મુંબઇ, સુરતમાં થયું છે. વડોદરા, ગુજરાત વિમેન માટે સૅફ છે.’ બ્રુના અબ્દુલ્લાહે કહ્યું કે, ‘વડોદરા શહેરમાં મારી બીજી મુલાકાત છે અગાઉ ‘ગ્રાન્ડ મસ્તી’ના શુટિંગ માટે લક્ષ્મીવિલાસ પેલેસમાં આવી હતી.’

અન્ય સમાચારો પણ છે...