તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાઇનાન્સ રિપોર્ટર| વડોદરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇનાન્સ રિપોર્ટર| વડોદરા

નોટબંધીબાદ પહેલી વખત બેંક્સ-પોસ્ટમાં શનિવાર-રવિવારની રજા આવી છે.આજે રવિવારની રજાના દિવસે પણ એટીએમમાં નાણાંની તંગીના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

રવિવારે જાહેર રજાના દિવસે પણ લોકો માટે નાણાં મેળવવાનો કોઇ વિકલ્પ નહીં રહેતાં સતત ત્રીજા રવિવારે બજારો સૂમસામ રહ્યાં હતાં.

આજે રવિવારે શહેરમાં આવેલાં 400થી વધુ એ.ટી.એમ. પૈકી ગણ્યાંગાંઠ્યાં એ.ટી.એમ.માંથી નાણાં મળતાં હોઇ લોકોની હાલત કફોડી બની હતી. ગઇકાલે શનિવારે સવારથી જે બેંક્સનાં એ.ટી.એમ.માં નાણાં મૂકાયાં હતાં ત્યાં કતારો લાગતાં બપોર સુધીમાં ખાલી થઇ ગયાં હતાં. આજે પણ રવિવારના દિવસે એ.ટી.એમમાંથી લોકોને બપોર બાદ નાણાં મળી શક્યાં હતાં.

રૂા.500-1000ની નોટ ચલણમાંથી રદ કરાયા બાદનો આજે ત્રીજો રવિવાર હતો. રવિવારે પણ એ.ટી.એમ.માંથી લોકોને નાણાં નહિ મળતાં તેની અસર બજારો પર જોવા મળી હતી. શહેરનાં બજારો-મોલ્સ, શોપિંગ સેન્ટર્સ, હોટેલ-રેસ્ટોરાં ખાતે રવિવારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો.આજે રવિવારની રજાના દિવસે પણ બેન્કો દ્વારા એ.ટી.એમમાં નાણાં ભરવાની તસ્દી લેવાઇ હતી જેના પગલે લોકો અટવાયા હતા. સોમવારે બેંકોમાં ધસારો રહે તેવી વકી છે.

અન્ય સમાચારો પણ છે...