તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસ્તુનું શરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાસ્ટોક એક્સચેન્જ લિમિટેડના ટર્નઓવર અને આવકને પ્રવેશદ્વાર સાથે કોઇ લેવાદેવા ખરી પ્રશ્ન સામે સૌકોઇ તરત કહેશે, ના. જો તમે પણ કંઇક આવું વિચારતા હોવ તો જરા થોભજો, કેમ કે વડોદરા સ્ટોક એક્સચેન્જ લિમિટેડના વર્તમાન બોર્ડે વિંગમાં સીડી ચડીને મેઇન એન્ટરન્સમાં પ્રવેશવાનો દરવાજો ઉત્તર દિશામાં હોવાના કારણે ટર્નઓવર અને આવકમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. જોકે ટર્નઓવર અને આવક ઘટાડા અંગે વર્તમાન બોર્ડે વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષીના શરણે પહોંચી જઇને માર્ગદર્શન લેતાં વાસ્તુશાસ્ત્રીના સૂચન બાદ તાત્કાલિક અસરથી પ્રવેશ બંધ કરી દીધો છે. વડોદરા સ્ટોક એક્સચેન્જ લિમિટેડનું નવું બિલ્ડિંગ 1994માં બન્યું છે. જેમાં પ્રવેશ માટે એ, બી અને સી એમ ત્રણ વિંગનાં પ્રવેશદ્વાર છે. જેમાં વિંગમાં સીડીઓ ચડીને મેઇન દરવાજા થકી વીએસઇની ત્રીજા માળે આવેલી ઓફિસમાં જઇ શકાય છે. મેઇન ઓફિસની સામે ક્લાયન્ટના ડીપી અંગેની ઓફિસ આવેલી છે. ડીપી ઓફિસમાં ક્લાયન્ટ પોતાના એકાઉન્ટ્સના સંદર્ભે માહિતી લેવા માટે અવાર-નવાર આવે છે. હાલમાં વીએસઇમાં કુલ 75 હજાર ડીપી એકાઉન્ટ્સ છે. જેમાં 5 હજારથી વધુ સિનિયર સિટિઝન મેમ્બર્સ છે. બધા મેમ્બર્સને સીડી ચડીને મેઇન દરવાજા પાસે આવેલી લિફ્ટમાં જવું પડે છે. જે અંગે અનેક સિનિયર સિટિઝનોએ બોર્ડને લેખિત ફરિયાદ કરી હતી. દરમિયાનમાં બોર્ડના કેટલાક સભ્યોએ વીએસઇનું સુકાન સંભાળ્યા બાદ વીએસઇના ટર્નઓવર અને આવક સંદર્ભે ચર્ચા કરીને વાસ્તુશાસ્ત્રી પાસે પણ અભિપ્રાય લેવો જોઇએ તેવી દરખાસ્ત મૂકતાં વીએસઇએ વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષીના શરણે જઇને પ્રવેશદ્વાર સહિત વીએસઇના પ્રોગ્રેસ અંગે માર્ગદર્શન લીધું હતું. જેમાં પ્રવેશદ્વાર ઉત્તર દિશા અને તે દિશા રાક્ષસી ગણાતી હોઇ તેને બંધ કરીને પૂર્વ દિશાથી પ્રવેશ કરવાની સલાહ આપી હતી. સલાહ બાદ સીડીઓના પ્રવેશ દ્વાર પર દોરી દ્વારા કોર્ડન કરી નાંખવામાં આવ્યું હતું અને ભોંયરાની લિફટ શરૂ કરીને ત્યાં પૂર્વ દિશા તરફનું પ્રવેશદ્વાર રાખીને અવર-જવર શરૂ કરાવી હતી.

VSEમાં સતત અડચણો અને માનસિક સંતાપ રહેતો હોવાથી ફેરફાર કરાયો

^ઉત્તરદિશામાંથી પ્રવેશ હોઇ વીએસઇમાં સતત અડચણો અને માનસિક સંતાપ રહેતો હતો. જોકે તે અંગે માર્ગદર્શન લેતાં પ્રવેશદ્વાર પાસે કોર્ડન કરીને ભોંયરામાં પાર્કિગની સાથે કોઇપણ મુલાકાતી લિફટ વડે બ્રોકરની અને વીએસઇની ઓફિસમાં જઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવી. એમાં પણ પૂર્વ દિશાથી પ્રવેશ શરૂ કરાયો છે. > સોનલપરીખ, ચેરપર્સન,વીએસઇ.

VSEને વાસ્તુદોષ નડ્યો! મેઇન ગેટથી એન્ટ્રી બંધ

અન્ય સમાચારો પણ છે...