તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાંદલજામાં વારંવાર લીકેજ થતાં પાણી લાઇન બદલાશે

તાંદલજામાં વારંવાર લીકેજ થતાં પાણી લાઇન બદલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવાસદનનાપાણી પુરવઠા વિભાગના સિવીલ કામ માટે વાર્ષિક રૂા 2 કરોડનો ઇજારો મંજુર કરવામાં આવ્યો છે. એટલુ નહીં, તાંદલજા રોડ પર પાણીની લાઇન શિફટ કરવા માટે પણ લીલી ઝંડી આપવામાં આવી છે.

સેવાસદનના પાણી પુરવઠા વિભાગ હસ્તક 27 ટાંકી, 51 સંપ, 5 બુસ્ટર આવેલા છે. સિવાય, પાણી પુરવઠાની 1500 કિલોમીટરના નેટવર્ક પર વિવિધ ડાયાના વાલ્વ ચેમ્બર આવેલા છે. જેના માટે દર વર્ષે સિવીલ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે.

મેન્ટેનન્સની કામગરીમાં ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ભાવપત્ર મંગાવી કામગીરી કરાવવામાં આવતાં કામગીરીમાં વિલંબ થતો હોય છે. જેથી,વર્ષ 2016-17 માટે પંપ હાઉસ,ટ્રાન્સફર્મર રૂમ,કમ્પાઉન્ડ વોલ, વાલ્વ ચેમ્બરના સિવીલ કામોની દુરસ્તી માટે રૂા.2 કરોડની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી હતી ને તેના માટે ટેન્ડર મંગાવ્યા હતા.જેને સ્થાયી સમિતિએ મંજુરી આપી છે.

તેવી રીતે,તાંદલજા પત્રકાર કોલોની ચાર રસ્તાથી સનફાર્મા રોડ સુધીના રસ્તા પર પાણીની લાઇન શિફટીંગ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. મુખ્ય 30 મીટરના રસ્તા પર રોડની વચ્ચે આવેલ 450 મીમી વ્યાસની પાણીની લાઇન વારંવાર લીકેજ થતી હોવાથી પત્રકાર કોલોની ચાર રસ્તાથી સનફાર્મા રોડ સુધી રોડની कककમુખ્ય લાઇન અને સર્વિસ લાઇન નાંખવા માટે રૂા.2.30 કરોડનો અંદાજ તૈયાર કરાયો હતો. જેને મંજૂરી અપાઇ છે.

પાણી લાઇન નાખવા ~2.30 કરોડનો ખર્ચ થશે

અન્ય સમાચારો પણ છે...