• Gujarati News
  • National
  • આરટીઓમાં ફિટનેસ ટેસ્ટ માટે સર્જાતી આપદા

આરટીઓમાં ફિટનેસ ટેસ્ટ માટે સર્જાતી આપદા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માવઠા બાદ કાદવ વચ્ચે કામગીરી કરવી પડી

મૂળ ટેન્ડરમાં પેવર બ્લોક ભૂલી જવાયા

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

દરજીપુરાખાતે રૂ. 16 કરોડના ખર્ચે બનાવેલી આરટીઓમાં વાહનોના ફિટનેસ ટેસ્ટ માટે વ્યવસ્થા ઉભી કરવાનંુ ટેન્ડરમાં સમાવાયું હોવાથી ચોમાસામા ંંઅને વરસાદના સમયે મુશ્કેલી સર્જાય છે. તાજેતરમાં અમલી બનાવાયેલી ફિટનેસ માટેની ‘સુવાસ ’એપથી મંગળવારે સર્જાયેલા માવઠા વચ્ચે ફરજીયાત કાદવ -કિચડમાં સેંકડો વાહનોનુ ફિટનેસ ટેસ્ટ કરવો પડે છે.

4 વર્ષથી આરટીઓ ગ્રાઉન્ડમાં પેવર બ્લોક નંખાવાની કામગીરી વિવિધ બહાના હેઠળ પાછી ઠેલાઇ રહી છે. 3 વર્ષમાં આરટીઓમાં 4 અધિકારી બદલાયા પરંતુ પેવર બ્લોકનંુ કામ થઇ શક્યુ નથી. જેમાં મૂળ ટેન્ડરમાં આકામ સમાવાયુ હોવાથી અટકી પડ્યું છે. અગાઉ વરસાદના સમયે હાઇવે ઉપર ફિટનેસ ટેસ્ટ થતો હતો. પરંતુ હવે એપના કારણે લોકેશન આવતુ હોવાથી કાદવમાંજ અધિકારીને ટેસ્ટ લેવો પડે છે. આરટીઓ ડીડી પંડયાએ જણાવ્યું હતું કે કામ મૂળ ટેન્ડરમાં નહોતુ જે અંગે ક્વેરી નો ખુલાસો થતાં પીડબલ્યુડીનું ધ્યાન દોર્યુ છે.

આર.ટી.ઓમાં પેવર બ્લોકના અભાવે કાદવ કીચડમાં ફિટનેસ ટેસ્ટ લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...