• Gujarati News
  • National
  • માંજલપુરમાં બંધ મકાનમાંથી રૂા.1.40 લાખની મતાની ચોરી

માંજલપુરમાં બંધ મકાનમાંથી રૂા.1.40 લાખની મતાની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરવિસ્તારમાં આવેલ આકાશગંગા સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂપિયા 80 હજારના સોના ચાંદીના દાગીના અને રૂપિયા 60 હજાર રોકડા મળી કુલ રૂપિયા 1.40 લાખની મતાની ચોરી કરી હતી. મકાન માલિક લગ્ન પ્રસંગ માટે અમદાવાદ ખાતે ગયા ત્યારે તસ્કરોએ મકાનમાંથી ચોરી કરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતાે અને માહિતી અનુસાર આકાશગંગા સોસાયટીમાં રહેતા અને મકરપુરા જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવતાં જૈમિક મહેન્દ્રભાઇ પંચાલ ગત 3 તારીખે સાંજે મકાનને તાળુ લગાવી પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા અમદાવાદ ગયા હતા. દરમિયાન ત્રણ દિવસના ગાળામાં તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યા બાદ બેડરુમમાં રહેલા કબાટનો સામાન વેરવિખેર કરીને કબાટમાંથી સોનાનું સવા તોલાનું મંગળસુ્ત્ર, સોનાની સવા તોલાની ચેઇન, સોનાની પોણા તોલાની 3 વીંટી, સોનાની સવા તોલાની 1 લક્કી, સોનાના 2 સિક્કા, તથા ચાંદીના 2 સિક્કા, સોનાના 4 એરીંગ મળીને 80 હજારની કિંમતના દાગીના તથા 60 હજાર રોકડા મળીને રૂપિયા 1.40 લાખની મતાની ચોરી કરી હતી. તસ્કરોએ ઘરમાં પલંગનો સામાન પણ વેરવિખેર કરી નાંખ્યો હતો. ચોરી અંગેની ઘટનાની જાણ કરતા માજંલપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...