તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બદલાયેલા બાળકનો DNA ટેસ્ટ કરાવવા માટે તજવીજ

બદલાયેલા બાળકનો DNA ટેસ્ટ કરાવવા માટે તજવીજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઆજવા રોડ પર રહેતા પરિવારે સયાજી હોસ્પિટલમાં પોતાનું નવજાત બાળક બદલાઈ ગયું હોવાનો આરોપ લગાવ્યા બાદ બનાવની તપાસ રાવપુરા પોલીસે શરૂ કરી હતી. પરિવારે લગાવેલા આરોપની સત્યતા ચકાસવા માટે પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે. સોમવારે ડીએનએ ટેસ્ટની તૈયારી કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

સરકારી સયાજી હોસ્પિટલમાં શનિવારે એક નવો વિવાદ સર્જાયો હતો.શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ જય યોગેશ્વર સાેસાયટીમાં રહેતા જિજ્ઞેશ અરવિંદભાઈ દવેનાં પત્ની કુંજનબેનને પ્રસૂતિ માટે 23 નવેમ્બરે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બાળકોના વિભાગમાં દાખલ કરાયેલાં કુંજનબેનની તબિયત બગડતાં તેમને મેડિસીન વિભાગના 7-8 નંબરના મહિલા વોર્ડમાં શિફ્ટ કરાયાં હતાં.જ્યાં રાતના સમયે 8.20 વાગે એક બાળકને જન્મ આપ્યો હતો.ફરજ પરના તબીબ ડો.જીવિતેશે મહિલાને પુત્ર અવતર્યો હોવાનું જણાવ્યું હતું.નવજાત બાળક અધૂરા માસે જન્મ્યું હોવાથી બાળકને બાળકોના વોર્ડ પૈકીના 17 નંબરમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું. પરંતુ 25 નવેમ્બરે બાળકોના વિભાગના તબીબોએ પુત્ર નહીં પણ પુત્રી જન્મી હોવાનું જણાવતાં દવે પરિવાર ચોંકી ઊઠ્યો હતો.હોસ્પિટલના સ્ટાફ પાસેથી દવે પરિવારને સંતોષકારક જવાબ ના મળતાં તેમણે રાવપુરા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી.આ રજૂઆતને ગંભીરતાથી લઈ રાવપુરા પોલીસે તુરંત તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તપાસ અધિકારી પી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે પરિવારની શંકાના આધારે હવે ડીએનએ ટેસ્ટ કરાવ્યા વગર કોઇ વિકલ્પ રહ્યો નથી, જેથી આવતીકાલે સોમવારે ડીએનએ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. હવે આજે રવિવાર આવી ગયો હોવાથી પ્રક્રિયા થઇ શકી હતી. ડીએનએ ટેસ્ટના પરિણામથી વિવાદનો ઉકેલ આવી જશે તેમ તેમણે જણાવ્યું હતું.

DNA ટેસ્ટથી વિવાદનો અંત લાવવા કવાયત્

SSG હોસ્પિ.માં બાળક બદલાયાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...